બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / 9 people died in indiscriminate firing in America, police also shot dead the attacker

BIG NEWS / અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત, પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો

Priyakant

Last Updated: 09:18 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Firing News: પોલીસ વડા બ્રાયન હાર્વેએ કહ્યું કે, બંદૂકધારી એકલો હતો અને તેણે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. જોકે બાદમાં પોલીસ અધિકારીઓએ તેને ઠાર માર્યો હતો

  • અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત થઈ રહ્યો છે વધારો
  • ટેક્સાસમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબાર 
  • ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ટેક્સાસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, શનિવારે ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. 

એલન પોલીસ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, પોલીસ એલન પ્રીમિયમ આઉટલેટ્સ પર હાજર છે. હાલ તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો શોપિંગ મોલની સામેના પાર્કિંગમાંથી ભાગતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં જોરથી પોપિંગનો અવાજ સંભળાઇ રહ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલન પ્રીમિયમ આઉટલેટ્સ ડલ્લાસની ઉત્તરે એક આઉટડોર મોલ છે. એક ન્યૂઝ એજન્સીએ એક પ્રત્યક્ષદર્શી ને ટાંકીને જણાવ્યું હતું કે, જોન્સ ચેમ્પ્સ સ્પોર્ટ્સ આઉટલેટ સ્ટોર પર તેની શિફ્ટ માટે વહેલો આવી ગયો હતો અને હજુ પણ તેની કારમાં બેઠો હતો. ત્યારબાદ 20 થી વધુ રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો. તેણે જોયું કે, લોકો દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે, એક અજાણી વ્યક્તિ તેની કાર તરફ દોડી ગઈ અને તેને દરવાજો ખોલવાનું કહ્યું અને પછી તે બંને ત્યાંથી ભાગી ગયા.

શું કહ્યું પોલીસે ? 
એલન પોલીસ વિભાગે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લોકોને ફાયરિંગ એરિયામાં જવાનું ટાળવાની સલાહ આપી છે. શેરિફ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મોલમાં કેટલાક પીડિતો છે. જોકે તેમની સ્થિતિ જાણવા મળી નથી.

મીડિયા સાથે વાત કરતા શહેરના પોલીસ વડા બ્રાયન હાર્વેએ કહ્યું કે, બંદૂકધારી એકલો હતો અને તેણે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. જોકે બાદમાં પોલીસ અધિકારીઓએ તેને ઠાર માર્યો હતો. ટીવી પર જોવા મળેલી તસવીરોમાં હિંસા ફાટી નીકળ્યા બાદ સેંકડો લોકો મોલમાંથી બહાર નીકળતા જોવા મળે છે. એક અહેવાલ મુજબ લોકો સેંકડો પોલીસ કર્મચારીઓની સુરક્ષામાં હાથ ઉંચા કરીને મોલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ