બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / 8 routes connecting metro cities will be widened

ચકાચક / CM ભૂપેન્દ્ર પટેલના રાજમાં વિકાસનો રસ્તો: 94 માર્ગો માટે 2213.60 કરોડને આપી મંજુરી, વ્હાઇટ ટોપિંગ હાઇવે પણ બનશે

Dinesh

Last Updated: 09:55 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

919 કિ. મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ટુરિઝમ સરકીટને જોડતા માર્ગો 10 મીટર પહોળા કરવા 105 કરોડ રૂપિયા ફાળવાયા

  • મેટ્રો શહેરોને જોડતા 8 માર્ગોને પહોળા કરવામાં આવશે
  • બંદરોને જોડતા માર્ગો ફોર લેન કરવા 147 કરોડ રૂપિયા ફાળવાયા
  • ટુરિઝમ સરકીટને જોડતા માર્ગો 10 મીટર પહોળા કરવામાં આવશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. 

67.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, 10 મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289.32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 467.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

પ્રતિકાત્મક તસવીર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય
તદ્દઅનુસાર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે. મુખ્યમંત્રીએ ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય પણ માર્ગોના વિકાસ માટેની મંજૂરીમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા 8 રસ્તાઓની 117.71 કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે 247.95 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા 3 સ્ટેટ હાઇવેઝની 16.40 કિ.મીટર લંબાઇની કામગીરી માટે 66 કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.  મુંન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા 10 રસ્તાઓની 177.50 કિ.મીટર લંબાઇના ફોરલેન તથા 10 મીટર પહોળા કરવા માટે 146.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 

ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડની કામગીરી
રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સરકીટને જોડતા 10 માર્ગોની 142.46 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા માટે 105.28 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાઓને વધુ પહોળા કરવા, નવા પૂલો, ફલાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વ્યાપકપણે વિસ્તારવામાં આવી રહ્યું છે.  સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા 3 રસ્તાઓની 71.73 કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે 445.25 કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે. આ ઉપરાંત મહેસાણા-પાલનપૂર સીક્સલેન રોડને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર/વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે 465 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. 

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ વધી રહી છે
રાજ્યના વાપી, વલસાડ, રાધનપૂર, અમરેલી, લુણાવાડા, સંતરામપૂર અને લૂણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન/બાંધકામ હેતુસર 158.15 કરોડ રૂપિયા તેમજ ડૂબાઉ પૂલના સ્થાને હાઇ લેવલ પૂલ, પૂલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાના કામો માટે પણ મુખ્યમંત્રીશ્રીએ 112.07 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના તમામ ગામો અને અન્ય મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ઘોરીમાર્ગોના સુઆયોજિત નેટવર્કથી જોડવામાં આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષોમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ ધપાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે સમગ્રતયા 20,642 કરોડની જોગવાઇ પણ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ