ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
3 ટકા વધશે મોંઘવારી ભથ્થું
કર્મચારી યુનિયનની માંગ છે કે સરકારે તાત્કાલિક મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાને જાહેર કરવું જોઇએ. જેથી કર્મચારીઓને મોંઘવારી સામે રાહત મળે. AICPI ઇન્ડેક્સના આંકડા 121.7 પર પહોંચી ગયા છે. એવામાં જૂન 2021 માટે મોંઘવારી ભથ્થાંમાં 3 ટકાનો વધારો થવો નક્કી છે. જૂન 2021ના ઇન્ડેક્સમાં 1.1 પોઈન્ટનો વધારો થતા આંકડો 121.7 પર જતો રહ્યો છે.
ADVERTISEMENT

31 ટકા થશે મોંઘવારી ભથ્થું
ADVERTISEMENT
આ હિસાબ મુજબ મોંઘવારી ભથ્થું 31.18 ટકા થશે. પરંતુ DAની ગણતરી રાઉંડ ફીગરમાં થાય છે એટલે કે DA 31% થશે. એક અનુમાન મુજબ, જૂન 2021ના મોંઘવારી ભથ્થાંની જાહેરાત સપ્ટેમ્બર મહિનાના મધ્ય સુધી થઇ શકે છે. જ્યારે તેની ચૂકવણી પણ સપ્ટેમ્બરના પગાર સાથે થઇ શકે છે.

ADVERTISEMENT
પગારમાં કેટલો વધારો થશે?
જો જૂનમાં મોંઘવારી ભથ્થું 3 ટકા વધે છે તો કુલ DA 31 ટકા થશે. સાતમા પગાર પંચના મેટ્રિક્સ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1નો પગાર સ્કેલ 18,000 રૂપિયાથી લઇને 56,900 રૂપિયા સુધી થઇ શકે છે. હવે 18,000 રૂપિયાની બેઝિક સેલેરી પર 28 ટકાના હિસાબે માસિક મોંઘવારી ભથ્થું 5040 રૂપિયા થાય છે અને 31 ટકા વધી આ આંકડો 5580 રૂપિયા થશે. જે હિસાબે વાર્ષિક પગારમા 6480 રૂપિયાનો વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો