બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 71 thousand fraud with a young man on the pretext of increasing credit card limit

અમદાવાદ / ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને યુવક સાથે ૭૧ હજારની છેતરપીંડી

Vishal Khamar

Last Updated: 09:14 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનાં બહાને ઓટીપી મેળવી ઠગાઈ કરવામાં આવી છે. ત્યારે યુવકે યુવતિ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને યુવક સાથે થયું ફ્રોડ
  • અજાણી યુવતીએ યુવકને જાળમાં ફસાવી ઓટીપી મેળવી લઈ છેતર્યો
  • યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

શહેરમાં રોજ એક વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બની રહી છે. બોપલમાં રહેતા યુવકને અજાણી યુવતીએ ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને ઓટીપી મેળવી ૭૧ હજારની ઠગાઈ કરી હતી. યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ ચાલુ ફોનમાં ઓટીપી લઈને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા
બોપલમાં શુભ ફ્લેટમાં રહેતા નિમેષ શુકલાએ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. નિમેષ સાંતેજ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી નિમેષ પર ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ નિમેષને પૂછયું હતું કે શું તમારે આરબીએલ બેન્કના ક્રેડિટ કાર્ડમાં કેશ લિમિટ વધારવી છે? નિમેષે હા પાડતા યુવતીએ ચાલુ ફોનમાં નિમેષ પાસે કાર્ડની માહિતી માગી હતી. નિમેષે કાર્ડની તમામ વિગત યુવતીને આપી દીધી હતી. ત્યારબાદ નિમેષે યુવતીને ઓટીપી પણ આપી દીધો હતો.

પોલીસે ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી
યુવતીએ નિમેષને કહ્યું હતું કે થોડીવારમાં તમારા ક્રેડિટ કાર્ડમાં કેશ લિમિટ વધી જશે તેમ કહીને યુવતીએ ફોન કાપી નાખ્યો હતો.   નિમેષના મોબાઈલમાં ૭૧ હજાર રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. નિમેષે તરત બેન્કમાં જઈને કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. નિમેષ સાથે ઓનલાઇન ફ્રોડ થયો હોવાથી તેણે બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણી યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ