બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / 7 years old down syndrome child avnish from indore climbs everest hoist flag at kala patthar

વિશ્વપ્રથમ / ગંભીર બીમારીથી પીડાતા સાત વર્ષના દિવ્યાંગ બાળકે રચ્યો ઇતિહાસ! પિતા સાથે માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો તિરંગો

Mayur

Last Updated: 08:31 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્દોરના સાત વર્ષના દિવ્યાંગ બાળક અવનીશે ઇતિહાસ રચ્યો છે. ડાઉન સિન્ડ્રોમ પીડિત બાળકે કાલા પથ્થર શિખર પર તિરંગો લહેરાવીને સેંકડો લોકોને પ્રેરણા આપે એવું કામ કર્યું છે.

  • સાત વર્ષના દિવ્યાંગ બાળકે કર્યું મોટું સાહસ 
  • કાલા પથ્થર શિખર સર કરીને રચ્યો ઇતિહાસ 
  • આ ઉંમરે આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પહેલો બાળક 

દિવ્યાંગ બાળકે રચ્યો ઇતિહાસ 
સાત વર્ષના દિવ્યાંગ બાળકે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો છે. પિતા સાથે કાલા પથ્થર શિખર પર પહોંચ્યા બાદ ત્યાં ત્રિરંગો લહેરાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ સુધી આ ઉંમરમાં કોઈ વિકલાંગ બાળકે આવું કામ કર્યું નથી. જેના સંદર્ભમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનું પહેલું બાળક છે, જેણે આ કામ કર્યું છે.

ડાઉન સિન્ડ્રોમ નામની ગંભીર બીમારીથી પીડિત
આ બાળકનું નામ અવનીશ તિવારી છે જે ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. અવનીશ તેના પિતા આદિત્ય તિવારી સાથે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યો હતો. પિતા-પુત્ર 5500 મીટરની ઉંચાઈ પર હાજર કાલા પથ્થર શિખર પર અને ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ પિતા-પુત્ર 14 એપ્રિલે એવરેસ્ટની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ 20 એપ્રિલે શિખર પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સાત વર્ષીય અવનીશ બાળપણથી જ ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. તેના પિતા આદિત્ય તિવારીએ તેને માતર આંગળી પકડીને ચાલતા જ નહીં પરંતુ તેના સપના પૂરા કરવાનું પણ શિખવાડ્યું હતું અને સાથે રહીને શરૂ કર્યું હતું.

પડકારોથી ભરેલી ચડાઈ

આદિત્યએ કહ્યું કે તે અવનીશ દ્વારા સમાજને એક સંદેશ આપવા માંગે છે કે જો ડાઉન સિન્ડ્રોમ પીડિતને પણ યોગ્ય ઉછેર અને માર્ગદર્શન મળે તો તેઓ બધું કરી શકે છે. જ્યારે હું અવનીશને અન્ય સ્થળોએ ટ્રેકિંગ પર લઈ ગયો ત્યારે તેને મજા આવી અને અમે એવરેસ્ટ પર ચઢવાનું મન બનાવી લીધું. અવનીશની તબિયત પણ થોડી ખરાબ હતી અને હવામાન અને ચડાઈને લઈને આ સફર પડકારોથી ભરેલી હતી, તેથી મેં તેની સાથે માત્ર દવા જ નહીં પરંતુ દૂધ, ખોરાક અને નેબ્યુલાઈઝર મશીન પણ લીધા જેથી તેને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

પહેલો આવો બાળક

આદિત્યએ જણાવ્યું કે અમે એવરેસ્ટ પર ચઢવા માગતા હતા, પરંતુ હવામાન પ્રતિકૂળ બન્યું અને અમારે કાલા પથ્થરથી જ પાછા ફરવાનું નક્કી કરવું પડ્યું. આદિત્યએ દાવો કર્યો છે કે અવનીશ પહેલો બાળક છે જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત હોવા છતાં આ ઊંચાઈએ પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે ડાઉન સિન્ડ્રોમ એક આનુવંશિક રોગ છે. જેના કારણે શારીરિક અને માનસિક બીમારીઓ થાય છે.

 

પુત્રને 2016માં દત્તક લેવામાં આવ્યો હતો
આદિત્ય તિવારી સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે પાંચ વર્ષ પહેલા અવનીશને દત્તક લીધો હતો. આદિત્યના કહેવા પ્રમાણે, મેં જાન્યુઆરી 2016માં અવનીશને દત્તક લીધો હતો, ત્યારે હું 26 વર્ષનો હતો અને સિંગલ હતો. મારા પુત્રને ડાઉન સિન્ડ્રોમ છે. અગાઉ અમે જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ અને પહેલગામની મુલાકાત લીધી છે, જે બંને સમુદ્ર સપાટીથી 2500 મીટરની ઊંચાઈ પર છે. અમે લદ્દાખ પણ જઈ આવ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ