બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / 60 liter ethanol powered car to be launched today

ઈથેનોલ કાર / પેટ્રોલ, ડીઝલ વગરની કાર: ખેતરમાંથી તૈયાર થતાં ઈથેનોલથી દોડશે ઈનોવા, આજે ગડકરી કરશે લૉન્ચ

Arohi

Last Updated: 11:26 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ethanol Powered Car: નિતિન ગડકરી આજે 100% ઈથેનોલફ્યૂલ પર ચાલતી કાર ટોયોટા ઈનોવા લોન્ચ કરશે. આ કાર દુનિયાની પહેલી ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વ્હીકલનું પ્રોટોટાઈપ હશે.

  • ઈથેનોલથી દોડશે કાર 
  • નિતિન ગડકરી આજે કરશે લોન્ચ 
  • જાણો ખાસિયતો વિશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે 100% ઈથેનોલફ્યૂલ પર ચાલતી કાર ટોયોટા ઈનોવા લોન્ચ કરશે. આ કાર દુનિયાની પહેલી ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વ્હીકલનું પ્રોટોટાઈપ હશે. તેને BS6 સ્ટેજ-2ના નોર્મ્સના અનુસાર ડેવલોપ કરવામાં આવી છે. ઈવેન્ટ બપોરે 12 વાગ્યાથી દિલ્હીમાં થશે. 

આ કાર હાઈબ્રિડ સિસ્ટમ માટે ફ્લેક્સ ફ્યૂલથી 40% ઈલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે. ગડકરીએ કહ્યું, "એથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર છે અને આ કાર 15થી 20 કીમીની માઈલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં વધારે ફાયદાકારક છે. જે હાલમાં ઘણા રાજ્યોમાં લગભગ 120 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે."

ઓઈલ ઈમ્પોર્ટ પાછળ ખર્ચાય છે 16 લાખ કરોડ 
ઓઈલ ઈમ્પોર્ટ પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે ગડકરીએ કહ્યું "આ ફ્યૂલ પેટ્રોલિયમના ઈમ્પોર્ટ પર થતા ખર્ચને બચાવી શકે છે. જો આપણે આત્મનિર્ભર બનવું છે તો ઓયલ ઈમ્પોર્ટને ઝીરો પર લાવવું જ પડશે. હાલ દેશ તેના પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે આપણી અર્થવ્યવસ્થા માટે મોટુ નુકસાન છે."

મારૂતિ પણ કરી રહી ફ્લેક્સ-ફ્યૂલ વ્હીકલ પર કામ
ટોયોટા ઉપરાંત મારૂતિ પણ ફ્લેક્સ-ફ્યૂલ વાહનો પર કામ કરી રહી છે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓટો એક્સપોમાં વેગન અને પ્રોટોટોઈપને રજૂ કર્યા હતા. આ કાર 85% એથોનોલ મિક્સ ફ્યૂલ પર ચાલી શકે છે. 

ઈથેનોલ ફ્યૂલ કારથી શું થશે ફાયદો? 
ઓછો ખર્ચ 

ઈથેનોલ ફ્યૂલનો સૌથી મોટો ફાયદો તો તેની કિંમત છે જે હાલ દેશમાં 60 ટકા લિટરની આસપાસ છે. નિતિન ગડકરી કહી ચુક્યા છે કે લોન્ચ થવા જઈ રહેલી કાર 15થી 20કીમીની માઈલેજ આપી શકે છે. તેનાથી આ પેટ્રોલની તુલનામાં વધારે ફાયદાકારક છે. જે હજુ પણ લગભગ 120 પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. 

ઈકો-ફ્રેન્ડલી 
પેટ્રોલમાં ઈથેનોલ મળવાથી પેટ્રોલના ઉપયોગથી થતા પ્રદૂષણને ઓછુ કરવામાં મદદ મળશે. તેના ઉપયોગથી ગાડીઓ 35% ઓછુ કાર્બન મોનોઓક્સાઈડનું ઉત્સર્જન કરે છે. સલ્ફર ડાયોક્સાઈડ અને હાઈડ્રોકાર્બનનું ઉત્સર્જન પણ ઈથેનોલઓછુ કરે છે. 

એન્જીનની લાઈફ લધારે છે 
ઈથેનોલ મિક્સ પેટ્રોલથી ચાલતી ગાડી પેટ્રોલના મુકાબલે વધારે ઓછુ ગરમી પેદા કરે છે. ઈથેનોલમાં આલ્કોહોલ જલ્દી ઉડી જાય છે. જેના કારણે એન્જિન જલ્દી ગરમ નથી થતું. તેનાથી એન્જિનની લાઈફ વધી જાય છે. 

ખેડૂતોને ફાયદો 
ઈથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. કારણ કે ઈથેનોલ શેરડી, મક્કાઈ અને ઘણા બીજા પાકથી બનાવવામાં આવે છે. ખાંડની મીલોને કમાણીનું એક નવું સાધન મળશે અને કમાણી વધશે. ઈથેનોલથી ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. 

સરકારને ફાયદો 
ગડકીએ દિલ્હીમાં એક ઈવેન્ટમાં કહ્યું હતું, "આ ફ્યૂલ પેટ્રોલિયમના ઈમ્પોર્ટ પર થતા ખર્ચને બચાવી શકે છે. જો આપણે આત્મનિર્ભર બનવું છે તો ઓઈલ ઈમ્પોર્ટને ઝીરો પર લાવવું જ પડશે. હાલ દેશ તેના પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે આપણી આર્થવ્યવસ્થા માટે મોટુ નુકસાન છે."

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ