બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / 6 airbags in only 10% cars in India, Govt said it will be implemented from October but companies are still not ready

તમારા કામનું / ભારતમાં માત્ર 10% કારમાં જ 6 એરબેગ, સરકારે કહ્યું હતું ઑક્ટોબરથી લાગુ થશે પણ કંપનીઓ હજુ નથી તૈયાર

Megha

Last Updated: 01:04 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ઓક્ટોબર 2022થી તમામ કારમાં 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ એવું લાગી રહ્યું છે કે તે અત્યારે શક્ય નથી.

  • 6 એરબેગ એ સૌથી મહત્વપૂર્ણ ફીચર્સમાંથી એક છે
  • કારમાં હવે ટુ એરબેગ ફીચરને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યું 
  • ભારતમાં થાય છે સૌથી વધુ રોડ એક્સિડન્ટ

આપણા ભારત દેશના રસ્તાઓ પર ચાલતા ઓછામાં ઓછા 90% વાહનો 6 એરબેગ સાથે નથી આવતા. 6 એરબેગ એ સૌથી મહત્વપૂર્ણ ફીચર્સમાંથી એક છે પણ આ ફીચર ફક્ત મોંઘા વાહનો પુરતી મર્યાદિત છે. એક અહેવાલ અનુસાર ઓટો ઉદ્યોગમાં મોટાભાગના ખરીદદારો વધુ એરબેગ્સના ઓપ્શન સાથે આવતા મોડલ્સમાં પણ સસ્તા વેરિઅન્ટનો ઓપ્શન પસંદ કરે છે. અને તેને કારણે જ દેશમાં બેથી વધુ એરબેગ ધરાવતી કારનો રસ્તા પર ઓછી જોવા મળે છે. 

દેશમાં વહેંચાતી કારમાં હવે ટુ એરબેગ ફીચરને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે અગાઉ આવું નહોતું. ઘણી કંપનીઓ ફક્ત એક જ એરબેગ સાથે કાર વહેંચતી હતી પણ એક્સિડન્ટ અને તેમાં થતાં મૃત્યુના પ્રમાણમાં વધારો થતાં સરકારે કારમાં બે એરબેગ્સ રાખવાનું ફરજિયાત કર્યું હતું. જેના કારણે તમામ કાર કંપનીઓને આ વર્ષે જાન્યુઆરીથી દરેક કાર અપગ્રેડ કરવાની ફરજ પડી હતી.

ભારતમાં થાય છે સૌથી વધુ રોડ એક્સિડન્ટ
દુનિયામાં સૌથી વધુ રોડ એક્સિડન્ટ ભારતમાં થાય છે. તેને ઓછું કરવા માટે સરકારનું માનવું છે કે વાહનોને વધુ એરબેગ્સથી સજ્જ કરવાથી રસ્તાઓ પર થતાં એક્સિડન્ટને કારણે જીવ ગુમાવનારની સંખ્યામાં ઘટાડો થશે. ભારતમાં દુનિયાભરના વાહનોનો  હિસ્સો માત્ર 1% છે પણ રોડ એક્સિડન્ટમાં થનાર મૃત્યુમાં હિસ્સો 11% છે.

ઓટો ઉદ્યોગનું અલગ તર્ક 
એક તરફ સરકાર દરેક કંપનીઓની  તમામ કારમાં વધુ સેફ્ટી ફીચર્સ આપવા માટે દબાણ કરી રહી છે પણ તેની સામે ઓટો ઉદ્યોગનો એક વર્ગ એવી દલીલ કરે છે કે મૃત્યુદર ઘટાડવા માટે સીટ બેલ્ટના નિયમોનું વધુ સારું અમલીકરણ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, સ્પીડ લિમિટ અને રોંગ લેન ડ્રાઇવિંગ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.

શું લાગુ થશે 6 એરબેગ નિયમ? 
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ઓક્ટોબર 2022થી તમામ કારમાં 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ એવું લાગી રહ્યું છે કે તે અત્યારે શક્ય નથી. ઓટો ઉદ્યોગનો એક વર્ગ આ નિયમની વિરુદ્ધ છે અને એટલા માટે જ નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ યોજના પર વિચારણા હજુ ચાલુ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ