બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 5.5 magnitude earthquake in Jammu-Kashmir, panic among people

BIG BREAKING / જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો મોટો ભૂકંપ, ડરના માર્યા લોકોમાં મચી નાસભાગ

Pravin Joshi

Last Updated: 04:47 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો

  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા 
  • રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી 
  • આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો


સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ વખતે શું કરવું?

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ કહ્યું કે ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો. આ સિવાય ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ અને લિફ્ટનો ઉપયોગ ન કરો. બહાર આવ્યા પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. NDMAએ ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન જવા જણાવ્યું હતું. જો તમે કાટમાળમાં ફસાયેલા હોવ, તો તમારા મોંને કપડાથી ઢાંકી દો. આ સિવાય સીડીનો ઉપયોગ કરો. આ ઉપરાંત ભૂકંપની અસરથી બચવા માટે તમારા ઘરની દિવાલો અને છતની સમયાંતરે સમારકામ કરાવો અને ઇમરજન્સી કીટ તૈયાર રાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ