બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / 50 percent 30 percent and 20 percent formula on your salary you will be able to save for future

તમારા કામનું / પગારનો આવે એવો વપરાશ થઈ જાય છે? અપનાવો 50:30:20ના કારગર ફોર્મ્યુલા, બચતનો બેસ્ટ ઉપાય

Kishor

Last Updated: 04:42 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરતા લોકો પોતાના પગારની રકમની બચત કરી 50:30:20 ની ફોર્મ્યુલા અપનાવી શકે છે. આ ફોર્મ્યુલા લાગુ કરવાથી લોકો મોંઘવારીમાં પણ બચત કરી શકે છે.

  • મોંઘવારી વચ્ચે આર્થિક રીતે ભવિષ્યને લઇને લોકો સતત ચિંતામાં
  • સેવિંગ ફોર્મુલાનો ઉપયોગ કરી થઈ શકે છે બચત
  • 50;30;20ના નામથી ઓળખાતી આ ફોર્મુલા શું છે?

સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાય ગયું છે. એવામાં તેમના માટે ભવિષ્ય માટે બચત કરવાનું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને આર્થિક રીતે પોતાના ભવિષ્યને લઇને તે સતત ચિંતામાં રહે છે. કારણ કે પગારનો મોટોભાગ ઘરખર્ચમાં વપરાય જાય છે અને બાકીના પૈસા બાળકોની સ્કૂલ ફી અને અન્ય જરૂરિયાતને પૂરી કરવામાં ખર્ચ થઇ રહ્યો છે. આવા સમયે તમે સેવિંગ ફોર્મુલાનો ઉપયોગ કરીને ભવિષ્યમાં બે પૈસા ભેગા કરી શકો છો. આ ફોર્મુલાને 50;30;20ના નામથી પણ ઓળખવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફોર્મુલાની મદદથી કમાણીને ત્રણ ભાગમાં વેચવાની હોય છે. 

દરરોજ બચાવો બસ 416 રૂપિયા, કરોડપતિ બનાવી દેશે આ સરકારી સ્કીમ: જાણો કઈ રીતે  કરશો રોકાણ | save only rs 416 everyday and invest in ppf you get more than  1 crore

જો તમે નોકરી કરો છો તો તમારા ખાતામાં જેટલી સેલરી ક્રેડિટ થાય છે, તેના પર 50;30;20ના ફોર્મુલાને એપ્લાય કરી શકો છો. અને જો તમે બિઝનેસ કરો છો તો મહિને જેટલી કમાણી કરો છો તેના પર પણ આ ફોર્મુલા લાગુ કરી શકો છો. આ ફોર્મુલાની મદદથી તમે તમામ ઘરખર્ચ બાદ કરવા છતા મોટી રકમની બચત કરી શકો છો. 

શું છે આ ફોર્મુલા  ?

તમારો પગાર મહિને 40,000 છે અને તમે નક્કી નથી કરી શકતાં કે પૈસા કેવી રીતે બચાવવા ? તો સૌથી પહેલા 50;30;20 ફોર્મુલાને સમજીએ. 50 ટકા, 30 ટકા અને 20 ટકા. એટલે કે તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચી દો. પહેલો 50 ટકા ભાગ જરૂરી ખર્ચ માટે રાખવો, જેમાં ખાવા, પીવા, રહેવા અને શિક્ષાના ખર્ચ સામેલ થાય છે.જો તમે ભાડાના મકાનમાં રહો છો તો દર મહિને ભાડું તથા હોમ લોન હોય તો તેનો હપ્તો પણ 50 ટકા ખર્ચમાં સામેલ કરવાનો રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો તમારી આવકનો 50 ટકા ભાગ તમામ ખર્ચ માટે રાખવો. 

30 ટકા ખર્ચ ક્યાં કરવો ?

ફોર્મુલા અંતર્ગત આવકનો 30 ટકા ભાગ એવી વસ્તુઓ પર ખર્ચ કરવાનો જેમાં તમારા શોખ હોય. જેમાં હરવા, ફરવા, ફિલ્મો જોવી, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, કાર, બાઇક, સારવારનો ખર્ચ સામેલ છે. લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા ખર્ચ સામેલ છે. નિયય પ્રમાણે 40 હજાર રૂપિયાની મહિને આવક હોય તો અંદાજે 12 હજાર રૂપિયા આ ખર્ચ માટે રાખવી. 

20 ટકા ખર્ચ ક્યાં કરવો ?

તમારી 40 હજારની આવકમાં બાકી વધેલા 8 હજાર રૂપિયાનું રોકાણ કરવું. આ માટે તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP અને બોંડમાં લગાવી શકો છો. આવી રીતે તમે એક વર્ષમાં અંદાજે એક લાખ રૂપિયાની સેવિંગ કરી શકશો. જો તમે શરૂઆતમાં 20 ટકા ન બચાવી શકતાં હોવ તો એક લિસ્ટ બનાવો અને તેમાં લખો કે જે વસ્તુ તમારી જરૂરત માટે છે તેના પર જ ખર્ચ કરો, નકામા ખર્ચ ટાળો. જેમ કે તમને બહારનું ખાવાની ટેવ હોય તો તે બદલો, કપડાં  પાછળ ઓછો ખર્ચ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ