બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 5 famous shani temples in india shani dosh

તમને ખબર છે? / આ 5 મંદિરોમાં દર્શન માત્રથી દૂર થઈ જાય છે શનિનો પ્રકોપ, જાણો તેના પાછળ શું છે માન્યતા

Arohi

Last Updated: 05:54 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુકસાનકારક હોય છે. આ સાથે જ કર્મના દેવતા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે.

  • શનિદેવ છે ન્યાયના દેવતા 
  • આ મંદિરોના કરો દર્શન 
  • દૂર થશે શનિદેવનો પ્રકોપ

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ શનિને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુકસાનકારક હોય છે. આ સાથે જ કર્મના દેવતા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. 

સાડેસાતી વખતે જો કામ બગડી જાય તો તેનો અર્થ એ છે કે શનિદેવનો પ્રકોપ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કેટલાક ઉપાય કરીને શનિની અસરને ઘટાડી શકે છે. ભારતમાં શનિદેવના કેટલાક એવા મંદિરો છે, જે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંયા દર્શન કરવાથી શનિદેવના દુઃખ સહિત જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શનિદેવના 5 ચમત્કારી મંદિરો વિશે.

શનિધામ
શનિદેવને સમર્પિત આ મંદિર નવી દિલ્હીના છતરપુર રોડમાં આવેલું છે. આ મંદિરમાં વિશ્વની સૌથી ઊંચી શનિદેવની પ્રતિમા છે. અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ સાથે અહીં શનિદેવની પ્રાકૃતિક મૂર્તિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.

શનિ મંદિર, ઈંદૌર 
ઈન્દોરમાં શનિદેવનું પ્રાચીન અને અદ્ભુત મંદિર છે. તે જુના ઇન્દોરમાં સ્થિત છે. આ મંદિર વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે અહલ્યાબાઈ આ સ્થાન પર શનિદેવની પૂજા કરવા આવ્યા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના નથી કરવામાં આવી.

શનિ શિન્ગ્નાપુર 
શનિ શિન્ગ્નાપુર મંદિર, મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ શનિ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે. આ મંદિરમાં કોઈપણ પ્રકારની છત કે દિવાલ નથી. અહીં 5 ફૂટ ઊંચો કાળો પથ્થર છે, જેની લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. કહેવાય છે કે શનિ શિંગણાપુર ગામના કોઈપણ ઘરમાં દરવાજો નથી. એવી માન્યતા છે કે શનિદેવ અહીંના લોકોની રક્ષા કરે છે. જો કે આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

શનિચરા મંદિર, મધ્યપ્રદેશ 
આ મધ્યપ્રદેશનું સૌથી જૂનું શનિ મંદિર છે. જે મુરૈના જિલ્લાના આંટી ગામમાં ટેકરીઓ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ રામાયણ કાળનું સ્થળ છે. પુરાણોમાં ઉલ્લેખિત કથાઓ અનુસાર રાવણના કેદમાંથી મુક્ત થયા બાદ હનુમાનજીએ શનિદેવને અહીં જ છોડ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીં શનિ પર્વતની પરિક્રમા કરવાથી શનિના શ્રાપમાંથી મુક્તિ મળે છે.

થિરૂનલ્લર મંદિર, તમિલનાડુ 
આ મંદિર પુડુચેરીના તિરુનાલ્લારમાં આવેલું છે. શનિદેવને સમર્પિત આ મંદિર તમિલનાડુ પાસે છે. આ મંદિરને નવગ્રહ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાવેરી નદીના કિનારે આવેલું આ શનિ મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કર્યા પછી રાજા નળે શનિના પ્રકોપથી મુક્તિ મેળવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ