બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 46 youths took Parshadi Deeksha in Pramuchswami Shatabdi Mohotsav

PSM100 / પ્રમુખસ્વામી નગરમાં USA-આફ્રિકા સહિત દેશના 46 શિક્ષિત યુવાનોએ લીધી પાર્ષદી દીક્ષા, જુઓ PHOTOS

Malay

Last Updated: 08:02 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના આંગણે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવમાં મહંતસ્વામીની હાજરીમાં USA, આફ્રિકા સહિત ભારતના 46 યુવાનોએ લીધી પાર્ષદી દીક્ષા, દીક્ષા સમારોહમાં પાર્ષદી દીક્ષા લેનારા યુવાનોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા.

 

  • પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ
  • શતાબ્દી મહોત્સવમાં 46 યુવાનોએ લીધી પાર્ષદી દીક્ષા
  • યુવાનોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા
  • દીક્ષા પૂર્વે કોઠારી સ્વામી અને સાળંગપુરના સંતોએ કરી મહાપૂજા

અમદાવાદના આંગણે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્વની પૂર્ણાહુતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે એટલે કે શુક્રવારે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફક્ત ભારતના જ નહીં પરંતુ USA, આફ્રિકા સહિતના દેશોના 46 જેટલા યુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. 46 નવયુવાનોને BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ દીક્ષાર્થી યુવાનોને ગુરૂ મંત્ર આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ દીક્ષાર્થીમાંથી ઘણા યુવાનો વિદેશમાં રહે છે અને તમામ યુવાનો ઉચ્ચ અભ્યાસની ડીગ્રી પણ ધરાવે છે.

46 શિક્ષિત યુવાનો ગ્રહણ કરી દીક્ષા 
સૌથી ખાસ વાત તો એ છે કે પ્રમુખ સ્વામી નગરના નારાયણ સભાગૃહમાં યોજાયેલા આજના કાર્યક્રમમાં દિક્ષાર્થી યુવાનોના પિતાએ પોતાના વ્હાલસોયા દીકરા ભગવાન સ્વામિનારાયણ તથા મહંત સ્વામીના ચરણોમાં સોંપ્યા હતા. આજના દીક્ષા પ્રસંગે યુવકોના પરિવારજનો અને સ્નેહીજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિતના હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા પૂર્વે કોઠારી સ્વામી અને સારંગપુરના સંતો દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. 

5 વર્ષ માટે હોય છે પાર્ષદી દીક્ષા
આપને જણાવી દઈએ કે, પાર્ષદી દીક્ષા 5 વર્ષ માટે હોય છે, આમાં દીક્ષાર્થી બ્રહ્મચારી જીવન જ વ્યતિત કરે છે. તેઓ સફેદ ધોતિયું અને ગાતરિયું ધારણ કરીને રહે છે. જ્યારે તેઓ ભાગવતી  દીક્ષા લેવામાં માટે સજ્જ થાય ત્યારે તેમને ભગવા વસ્ત્રો આપીને પાકી દીક્ષા અપાવવામાં આવે છે. પાર્ષદી દીક્ષા લેનારાઓને આ સમયગાળા દરમિયાન  રસોડાની  રસોઈ બનાવવાથી માંડીને, ભગવાનના શણગાર સુધીની સેવા કરવાની હોય છે. 

મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં ભારે પડાપડી
અમદાવાદના એસ.પી રિંગ રોડ ખાતે પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. આ મહોત્સવમાં સેવાકાર્ય માટે હરિભક્તોમાં ભારે પડાપડી થઈ હતી. આ સેવાકાર્યમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે. આમાંથી કેટલાક નોકરીમાંથી રજા લઈને આવ્યા છે, તો કેટલાકે તો આ મહોત્સવ માટે નોકરી જતી કરી દીધી છે. સૌથી મોટી વાત તો એ છે કે કેટલાક પરિવારે પોતાના સંતાનોના લગ્નની તારીખ પાછી ઠેલી છે તો અમુક લોકો તો લગ્નગ્રંથિથી જોડાયા બાદ હનીમૂન મનાવવાને બદલે સીધા જ સેવામાં જોડાઈ ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. દરરોજ સેંકડો હરીભક્તો પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં આવી રહ્યા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વિવિધ દિવસની ઉજવણી થઈ રહી છે.

પ્રમુખસ્વામી મહારાજે કર્યું વિશ્વનું કલ્યાણ 
અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરો, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રોના સર્જનથી, 100થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી  પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ