બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / 3 workers Death in drainage line in Ahmedabad, Detention of sub-contractor, when action against main contractor?

ગુનેગાર કોણ? / અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં 3 શ્રમિકોના મોત : પેટા કોન્ટ્રાક્ટરની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર સામે ઍક્શન ક્યારે?

Vishnu

Last Updated: 05:06 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલ ગટર ગળતરમાં મોત મામલે ભીનું સંકેલવાના પ્રયાસ પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની પોલીસે કરી અટક,મુખ્ય યોગી કન્સ્ટ્રકશન સામે કોઈ પગલાં નહીં..!

  • અમદાવાદ બોપલમાં ગટરમાં ગુંગળામણથી 3 શ્રમિકોના મૃત્યુ
  • પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની પોલીસ કરી અટકાયત
  • મુખ્ય યોગી કન્સ્ટ્રકશનની કોઈ જવાબદારી ન બને?

ફાયર ટીમે 2 શ્રમિકોનું કર્યું રેકસ્યું
આસપાસના લોકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં આસપાસની જગ્યાને કોર્ડન કરી ગટરમાં સફાઇ કામ માટે કરવા ગયેલા શ્રમિકોને બહાર કાઢવા રેકસયુની કામગીરી હાથ હતી. જેમાં દોરડાની મદદથી રેકસ્યું ટીમને ગટરમાં ઉતારવામાં આવી હતી જે બાદ મૃતદેહને દોરડા સાથે બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ફાયર ટીમને બે શ્રમિકોને પાઈપલાઇન માંથી બહાર કાઢવામાં સફળતા મળી છે જ્યારે અન્ય એક કામદારની શોધખોળ ચાલી રહી છે. જે માટે ગટરની આસપાસ જેસીબીની મદદથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ગટરમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને સરકારી સોલા સિવિલ ખાતે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટક
બોપલ પોલીસે તાત્કાલિકના ધોરણે એક્શન લઈ પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી છેઅને વધુ પૂછપરછ હાથ ધરી છે ત્યારે હવે યોગી કન્સ્ટ્રકશનના માલિક સંકેત પટેલ પોલીસ ગાળિયો કસી શકે છે. કારણ કે AUDA દ્વારા આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શન મુખ્ય કોન્ટ્રાક્ટ અપાયો હતો જેને પેટા કોન્ટ્રાક્ટ અટક થયેલા હિંમતભાઈને આપ્યો હતો. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ફક્ત અટકાયત અને થોડી ઘણી પૂછપરછ કરી આ મૃતકના આરોપીઓને છોડી દેવાશે? 

મુખ્ય યોગી કન્સ્ટ્રકશનની કોઈ જવાબદારી ન બને?
ગટરના કન્ટ્રોકટ લેતા કન્ટ્રોકટરોને સવાલ કરવો જરૂરી બને છે કારણ કે ગટરમાં પડવાથી ગરીબ મજૂરના મોત ક્યાં સુધી ? હાઇકોર્ટ અને સુપ્રિમના આદેશ પછી મજૂરને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે ? જો કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર ઉતાર્યા હોય તો તેની સામે કેમ એકશન નહીં  ? પેટા કોન્ટ્રાક્ટરની અટકાયત કરાઇ તો શું મુખ્ય કોન્ટ્રાક્ટરની કોઈ જવાબદારી નથી? અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગટરમાં જીવન ગૂંગળાયું રહ્યું છે? કરોડોના  કોન્ટ્રાક્ટ ગટર માટે અપાય છે તો શું કોન્ટ્રાક્ટર જવાબદારી નથી કે ગટર સફાઇ કરતાં કામદારોને આધુનિક સગવડ આપવામાં આવે, તેમને ગટરમાં ઉતરતા રોકી તેમની જિંદગી બચવવામાં આવે? શું મુખ્ય કોન્ટ્રાક્ટર સંકેત પટેલ કોઈ રાજકીય વગ ધરાવે તો તેની જવાબદારીમાંથી છટકી જશે? શું સમગ્ર ગટર ગળતર કાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે

યોગી કન્સ્ટ્રકશને પેટા કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું કામ
અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા જે બાદ ડૂબી જવાથી કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેનો માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું પણ એક શ્રમિક ગટરનું કામ કરતા અંદર બેભાન થયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે શ્રમિક  ઉતર્યા અને ત્રણેયના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે બોપલ-શિલજની આ ગટરલાઈન ચાલુ જ નથી થઈ અને હજુ તો ગટરના કનેકશન પણ કેટલીક સોસાયટીઓમાં આપવાના બાકી છે તેમ છતાં બંધ ગટરમાં શા કામે શ્રમિકોને ઉતારવામાં આવ્યા તે પણ મોટો સવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ