બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / 3 persons who smuggled expensive bottles of foreign brands into Gujarat nabbed from Surat

ધરપકડ / વિદેશી બ્રાંડની મોંઘીદાટ બોટલોને ગુજરાતમાં ઘુસાડનાર 3 શખ્સોને સુરતમાંથી દબોચ્યા, કુલ 46 લાખનો મુદ્દામાલ જપ્ત

Malay

Last Updated: 12:46 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેરમાં ચેકિંગ દરમિયાન ઝડપાઈ મોંઘીદાટ દારૂની બોટલો, વેસુ પોલીસે જમીન દલાલ, ડ્રાઇવર સહિત ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો.

  • સુરતમાંથી 2 લક્ઝરીયસ કારમાંથી દારૂ પકડાયો
  • જમીન દલાલ, ડ્રાઈવર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
  • મધ્યપ્રદેશથી લઈ આવ્યા હતા દારૂનો જથ્થો 

સુરતના સમાચારઃ આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતાં ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. પોલીસથી બચીને દારૂને ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો વિવિધ કિમીયા અજમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. સુરત પોલીસે વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 2 લક્ઝરીયર કાર સહિત કુલ 46.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ચેકિંગ દરમિયાન ઝડપાયો 1.63 લાખનો દારૂ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના વેસુ વિસ્તારમાં પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને 2 લક્ઝુરિયસ કારમાંથી વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ વેસુ પોલીસે સુરતના જમીન દલાલ અને ડ્રાઈવરને 1.63 લાખની મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. વેસુ પોલીસે રાતે ચેકિંગ દરમિયાન જમીન દલાલ મનીષકુમાર મનહરસિંહ અને ડ્રાઈવર મોરારી શર્માને કાર, દારૂ સહિત કુલ 46.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.

પોલીસે 3 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
જે બાદ પોલીસે તેઓની આકરી પૂછપરછ કરતા તેઓ આ વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ તમામ સુરતમાં બેંકમાં કામ કરનાર વ્યક્તિને દારૂ સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ અન્ય એક શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે દારૂની હેરાફેરી મામલે પોલીસે 3 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ઝડપાયેલી બંન્ને કાર અન્ય લોકોની માલિકીની હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ