બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / 3 morning habits for lose weight fast health tips

Tips / સવારે ઉઠ્યા બાદ બસ કરી લો આ 3 કામ, થોડા જ દિવસોમાં છુમંતર થઈ જશે વધારાની ચરબી

Arohi

Last Updated: 03:20 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો, તો અમે તમને આવી જ 3 આદતો વિશે જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

  • વધતુ વજન કરી રહ્યું છે પરેશાન? 
  • ફોલો કરો આ ટિપ્સ 
  • ધડાધડ ઉતરવા લાગશે વજન 

વ્યસ્ત જીવન અને ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો વધતા વજનનો શિકાર બની રહ્યા છે અને ઘણા પ્રયત્નો પછી પણ તેઓ વજન ઉતારી શકતા નથી. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો આજે અમે તમને આવી જ ત્રણ આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે સવારે ઉઠીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા પોતાને કરો હાઈડ્રેટેડ 
સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા શરીરને હાઇડ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સૂતી વખતે આપણે લાંબા સમય સુધી ન તો પાણી પીતા હોઈએ છીએ અને ન તો કંઈ ખાતા હોઈએ છીએ. શરીરને હાઇડ્રેટેડ રાખવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરમાંથી વધારાની કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. સવારે સાદા પાણી સિવાય તમે લીંબુ-પાણી, જીરું, અજમાનું પાણી અથવા અળસીનું પાણી પણ લઈ શકો છો.

દરરોજ કરો 15-20 મિનિટ વોક અથવા એક્સરસાઈઝ 
વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો દરરોજ સવારે 15-20 મિનિટ ચાલવું અથવા કસરત કરવી. આ સાથે તેને તમારી આદત બનાવો અને ક્યારેય છોડશો નહીં. 

સવારે કસરત કે ચાલવાથી વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે બ્લડ શુગર લેવલ પણ દિવસભર કંટ્રોલમાં રહે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો મેડિટેશન, યોગ કે કોઇપણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો.

પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાની ટેવ પાડો
ઘણી વખત શરીરમાં પ્રોટીન, વિટામીન કે પોષક તત્વોની ઉણપને કારણે પણ વજન વધવા લાગે છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો સવારે પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાની ટેવ પાડો. આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવાથી ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ