બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 3 khalistan supporters in new zealand killed new zealand radio host harnek singh

World News / ખાલિસ્તાનીઓએ ન્યુઝીલેન્ડમાં મચાવ્યો આતંક, રેડિયો હોસ્ટની કરી નાંખી હત્યા, હવે કોર્ટે સંભળાવી સજા

Manisha Jogi

Last Updated: 09:25 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યાના પ્રયાસ માટે ત્રણ ખાલિસ્તાની સમર્થકોને સજા સંભળાવવામાં આવી છે. આરોપીઓએ હરનેક સિંહ પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

  • રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યાની કોશિશ
  • 3 ખાલિસ્તાની સમર્થકોને સજા સંભળાવવામાં આવી
  • હરનેક સિંહ પર હુમલો કરવાની યોજના બનાવી હતી

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યાના પ્રયાસ માટે ત્રણ ખાલિસ્તાની સમર્થકોને સજા સંભળાવવામાં આવી છે. હરનેક સિંહ ખાલિસ્તાનની વિચારધારાના હંમેશા વિરોધી રહ્યા છે. 27 વર્ષીય સર્વજીત સિદ્ધુને હત્યાની કોશિશ માટે દોષિત માનવામાં આવ્યા છે. 44 વર્ષીય સુખપ્રીત સિંહે હત્યા કરવા માટે મદદ કરી હતી. 48 વર્ષીય ઓકલેન્ડ નિવાસીનું નામ સામે આવ્યું નથી. આ 3 દોષિતોએ ખાલિસ્તાની વિરોધી હરનેક સિંહ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. 

23 ડિસેમ્બર 2020ના રોજ રેડિયો હોસ્ટ હરનેક સિંહ ઘરની બહાર નીકળ્યા હતા, તે સમયે ધાર્મિક ચરમપંથીઓએ હરનેક સિંહ પર ચાકૂથી હુમલો કર્યો હતો. આ હુમલો કરતા 40થી વધુ ઈજા થઈ હતી અને 350થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા અને એક સર્જરી કરવામાં આવી હતી. તે સમયે હરનેક સિંહને બચાવી લેવામાં આવ્યા હતા. આઘટનામાં સુખપ્રીત સિંહ દોષિત સાબિત થયા હતા. ભારતીય મૂળના 27 વર્ષીય સર્વજીત સિદ્ધુએ હત્યાની કોશિશ કરવાનો આરોપ સ્વીકારી લીધો છે. 

48 વર્ષીય ઓકલેન્ડ નિવાસીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. 28 નવેમ્બરે સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, અસામાન્ય મામલા માટે સામુદાયિક સુરક્ષા અને પ્રતિરોધનો મજબૂત સંદેશ જરૂરી છે. ત્રીજો આરોપી ઘટનાસ્થળ પર હાજર નહોતો. આ આરોપીઓના મનમાં હરનેક સિંહ માટે નફરત હતી. 

જજે જણાવ્યું છે કે, હરનેક સિંહને નિશાનો બનાવવા માટે ષડયંત્ર રચવામા આવ્યું હતું, આ ષડયંત્રને પાર પાડવા માટે ભાડાના માણસ લગાવવામાં આવ્યા હતા. આરોપીને 13 વર્ષની સજા કરવામાં આવી છે. અભિયુક્ત 9 વર્ષ સુધી જેલમાં રહેશે અને પેરોલ માટે અરજી કરી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ