બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / 3 IAS officers had a royal hobby in Paris

ચંડીગઢ / પ્રજાના પૈસા લીલાલેર! 3 IAS અધિકારીઓએ પેરિસમાં કર્યા હતા રોયલ શોખ, રિપોર્ટમાં ઠાઠમાઠનો ખુલાસો

Priyakant

Last Updated: 09:57 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandigarh Latest News : ત્રણેય અધિકારીઓએ મનસ્વી રીતે પેરિસની તેમની યાત્રાનો સમયગાળો લંબાવ્યો ટ્રિપ દરમિયાન ખૂબ જ મોંઘી હોટેલોમાં રોકાયા

Chandigarh News : ચંદીગઢના ત્રણ IAS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ ત્રણેય અધિકારીઓ પર વ્યર્થ ખર્ચ કરવાનો આરોપ છે. ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટ (સેન્ટ્રલ), ચંદીગઢના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર ચંદીગઢના ત્રણ IAS ઓફિસર જૂન 2015માં પેરિસના પ્રવાસે હતા. આ સમયગાળા દરમિયાન તેણે કરદાતાઓના રૂપિયા 6.72 લાખથી વધુ ખર્ચ કર્યા હતા. 

આ આરોપો વિજય કુમાર દેવ, જે તે સમયે ચંદીગઢ પ્રશાસનના સલાહકાર હતા, ચંદીગઢના ગૃહ સચિવ અનુરાગ અગ્રવાલ અને તત્કાલીન સચિવ (વ્યક્તિગત) વિક્રમ દેવ દત્ત પર લગાવવામાં આવ્યા છે. કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરવા બદલ તેમની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે આ ત્રણેય અધિકારીઓએ મનસ્વી રીતે પેરિસની તેમની યાત્રાનો સમયગાળો લંબાવ્યો ટ્રિપ દરમિયાન ખૂબ જ મોંઘી હોટેલોમાં રોકાયા અને તમામ નિયમોની અવગણના કરીને એકબીજાની ટ્રિપ્સને મંજૂરી આપી.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો ? 
2015માં ચંદીગઢ એડમિનિસ્ટ્રેશનને પેરિસના લે કોર્બ્યુઝિયર ફાઉન્ડેશન તરફથી આમંત્રણ મળ્યું હતું. સ્વિસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ કંપની લે કોર્બ્યુઝિયરની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી બેઠકને ધ્યાનમાં રાખીને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે. લે કોર્બુઝિયર એ જ આર્કિટેક્ટ હતા જેમણે ચંદીગઢનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો હતો. ચંદીગઢ સરકારે આ બેઠક માટે ચાર અધિકારીઓની પસંદગી કરી હતી. બાદમાં ગૃહ મંત્રાલયની મંજૂરી પછી ત્રણ અધિકારીઓ વિજય દેવ, વિક્રમ દેવ દત્ત અને અનુરાગ અગ્રવાલ આ બેઠકમાં ભાગ લેવા પેરિસ ગયા હતા. 

IAS અધિકારીઓએ પેરિસ જવા માટે એકબીજાના નામને મંજૂરી આપી
ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ત્રણ IAS અધિકારીઓએ પેરિસ જવા માટે એકબીજાના નામને મંજૂરી આપી હતી. વિજય દેવે વિક્રમ દત્તના નામને મંજૂરી આપી. તેથી વિક્રમ દત્તે વિજય દેવની મુલાકાતને મંજૂરી આપી. વિજય દેવે અનુરાગ અગ્રવાલના પ્રવાસને મંજૂરી આપી. આ સાથે આ પ્રવાસનો પ્રારંભિક ખર્ચ 18 લાખ રૂપિયા હતો જે વધીને 25 લાખ રૂપિયાથી વધુ થઈ ગયો. બિઝનેસ ક્લાસની ટિકિટની કિંમત 1.77 લાખ રૂપિયા હતી. જ્યારે હોટેલનું ભાડું પણ ઘણું વધારે હતું.

ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે. પેરિસની આ યાત્રા એક જ દિવસ માટે હતી પરંતુ બાદમાં યોગ્ય મંજૂરી વિના તેને સાત દિવસ માટે લંબાવી દેવામાં આવી હતી. જ્યારે મંજૂરી વિના કોઈપણ વિદેશ પ્રવાસને મહત્તમ પાંચ દિવસ સુધી લંબાવી શકાય છે. અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે, આમંત્રણ ચંદીગઢના મુખ્ય આર્કિટેક્ટ માટે હતું જ્યારે તેના બદલે ત્રણ સચિવ સ્તરના અધિકારીઓએ હાજરી આપી હતી અને તે પણ કરદાતાઓના ખર્ચે. 

વધુ વાંચો: સોનામાં તેજી! શું હાલ ગોલ્ડમાં રોકાણ કરાય ખરું? કેટલું ઈન્વેસ્ટ કરવું હિતાવહ

આ તરફ આ પ્રવાસનો ખર્ચ લે કોર્બ્યુઝિયર ફાઉન્ડેશને ઉઠાવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ત્રણ IAS અધિકારીઓમાંથી એક હવે નિવૃત્ત થઈ ગયો છે, જ્યારે બેની બદલી કરવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ સામે આવ્યા બાદ ચંદીગઢ પ્રશાસને નકામા ખર્ચને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. હવે દિલ્હીની મુસાફરી એરોપ્લેનને બદલે ટ્રેન દ્વારા થશે અને અધિકારીઓ સત્તાવાર મુલાકાત દરમિયાન સરકારી આવાસમાં રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ