બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / 3 actors of Gujarati film industry are corona positive

ઢોલીવૂડ / બૉલિવુડની જેમ ગુજરાતી ફિલ્મ કલાકારોને પણ કોરોના, આ ફેમસ એક્ટ્રેસ સહિત 2 કલાકારનો રિપોર્ટ પોઝિટિવ

Vishnu

Last Updated: 11:15 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાએ પાડી એન્ટ્રી દીક્ષા જોશી, હેમાંગ દવે, મિત્ર ગઢવી થયા કોરોના સંક્રમિત

  • ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો
  • 3 ગુજરાતી કલાકારો કોરોના પોઝિટિવ

ગુજરાતમાં બીજી લહેર જેવી સ્થિતિની શરૂઆત હાલ થઈ ચૂકી છે. ગુજરાત સરકારના અધિકારીઑથી માંડી ધારાસભ્યો અને ડોકટરો તેમજ પોલીસ ઉપરાંત બાળકો પણ કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ એક બાદ એક કોરોના કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, કલાકાર હેમાંગ દવે તેમજ મિત્ર ગઢવી કોરોનાના ચપેટામાં આવી ગયા છે. 

એક્ટ્રેસ દીક્ષા જોશી
જાણીતા અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર એક્ટ્રેસ દીક્ષા જોશી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા કહ્યું છે કે હું અત્યારે કોવિડ પોઝીટીવ છું અને ડોક્ટરે મને મહેનત ન કરવાનું સૂચન કર્યું છે. દીક્ષા હાલ ઘરે હોમ કોરેન્ટાઈન છે. દીક્ષા જોશી એ ગુજરાતની એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેણીએ 2017 માં ફિલ્મ શુભ આરંભ સાથે અભિનયની શરૂઆત કરી, ત્યારબાદ કરસનદાસ પે એન્ડ યુઝ, શરતો લાગૂ, ધૂંકી.

એક્ટર હેમાંગ દવે
ગુજરાતી એક્ટર હેમાંગ દવે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હેમાંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.' હેમાંગ દવે ગુજરાત, ભારતના ભારતીય અભિનેતા અને ગાયક છે. તે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે. તે બે યાર, બસ એક ચાન્સ, રોમિયો અને રાધિકા અને તમ્બુરો જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. તેની 2018ની રિલીઝમાં આવુજ રેશે અને છૂટી જશે છક્કાનો સમાવેશ થાય છે. તેની આગામી ફિલ્મો બગડબિલ્લા અને પેટી પેક છે.

એક્ટર મિત્ર ગઢવી
આ ઉપરાંત 'છેલ્લો દિવસ' ફૅમ એક્ટર મિત્ર ગઢવી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મિત્ર ગઢવીએ સોશિય મીડિયા પર માહિતી આપતા કહ્યું હતું કે 'હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ન લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. મિત્ર ગઢવી ગુજરાતી મૂવી છેલ્લો દિવસ માં લોય તરીકે ખૂબ જાણીતા છે. તેણે બિજોય નામ્બિયાર પ્રોડક્શનની બોલિવૂડ ફિલ્મ ફટક સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી જે રિલીઝ નથી થઈ. તેણે ગુજરાતી ફિલ્મ બસ એક ચાન્સમાં મીટની ભૂમિકા ભજવી છે. તેઓ સોની ટીવી પર ક્રાઈમ પેટ્રોલમાં પણ જોઈ ચૂક્યો છે. તેમણે લિસન-વી નીડ ટુ ટોક નામનું નાટક લખ્યું અને દિગ્દર્શિત કર્યું છે. તેઓએ બે વિડિયો ગીતોમાં ગીતો લખ્યા છે.

ઉપરોક્ત ત્રણેય કલાકારોની તબિયત હાલ સારી છે. સતત તે સોશિયલ પ્લેટફોર્મ પર પોતાના સ્વાસ્થયની જાણકારી પણ આપી રહ્યા છે ત્યારે હવે લોકોએ ફરી માસ્ક અને સોશિયલ અંતર સાથે કોરોના નિયમો પાલવની ખાસ જરૂર વર્તાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ