ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 2020 icc men s t20 world cup october seems impractical bcci official

ક્રિકેટ / BCCI ના અધિકારીએ કહ્યુ કે, 'ઓક્ટોબરમાં T20 વર્લ્ડકપ થવો મુશ્કેલ લાગી રહ્યો છે'

Published By: Juhi

Last Updated: 09:30 AM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ગત ગુરુવારે મુખ્ય કાર્યકારી સમિતિની બેઠક કરી, પરંતુ આ બેઠકમાં આ વર્ષના અંતમાં થનારા ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ T20 ને લઇને કોઇ પ્રકારનો નિર્ણય ના કરી શકાયો.

ADVERTISEMENT

BCCI અનુસાર, કોરોના વાયરસના પ્રભાવને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં થનારા વર્લ્ડ કપ થવાનું સંભવ નથી. BCCI ના અધિકારી અનુસાર, ''આ ટૂર્નામેન્ટને લઇને ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ જો સંભવ ત્યારે જ થશે જ્યારે સ્થિતિ સામાન્ય થશે.''

BCCI ના અધિકારીએ જણાવ્યુ કે,'' ઓક્ટોબરમાં T20 વર્લ્ડકપ થવાનો મુશ્કેલ લાગી રહ્યો છે, આ સમયમાં આટલા લોકોને ભેગા કરવાનું વિચારવું મુશ્કેલ છે. વિચારીને જુઓ કે, તમે પણ નથી જાણતા કે વિદેશમાં સફર કરવાનું હવે ક્યારે સુરક્ષિત થશે. કોઇ કહી રહ્યુ છે જૂન, તો કોઇ તેનાથી વધારે સમય કહી રહ્યુ છે. એક વખત મુસાફરી શરૂ થાય તે પછી તેના પ્રભાવ વિશે વધારી જાણી શકાશે.'' 

આ પછી અધિકારીએ ત્યાં પહોંચનારા લોકોને લઇને મુ્દ્દો ઉઠાવતા કહ્યુ કે, શું Icc અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રક્રિયામા શામેલ થનારી જિંદગીનો ગેરેન્ટી લેશે. સવાલ એ છે કે, CA અને ICC આટલા મોટા ટૂર્નામેન્ટની શામેલ થનારાની જવાબદારી લેશે? આ પછી વાત સરકાર પર આવે છે. શું ઓસ્ટ્રેલિયાની સરકાર આ જોખમ ઉઠાવવી શકશે? અન્ય દેશમાં જવા માટે સરકારે પોતાની ટીમને મંજૂરી આપશે? 

આ સાથે જ ICC બેઠક પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સને કહ્યુ કે, ''ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ICC અને સ્થાનીય આયોજન સમિતિ અને ઓસ્ટ્રેલિયા સરકારની સાથે મળીને કામ કરી રહ્યુ છે, જેથી સમજી શકાય કે, T20 વર્લ્ડકપનું આયોજન કઇ રીતે કરવામાં આવશે.''

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી કે ઑલિમ્પિક, IPL,ફૂટબૉલ લીગ, ટેનિસ સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સ પર અસર થઇ છે. કેટલીક ઇવેન્ટ્સ સ્થગિત કરવામાં આવી છે અને તો કેટલીક રદ્દ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Corona Virus Cricket T20 World Cup World Cup 2020 icc sports Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ