બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / 200 rupees lpg cylinder subsidy announcement soon by narendra modi government

ચૂંટણીનો દાવ / BIG NEWS : LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો, મોદી કેબિનેટનો નિર્ણય, બધાને મળશે લાભ

Hiralal

Last Updated: 04:06 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભા ચૂંટણીમાં આમ જનતાને રાંધણ ગેસમાં ભાવમાં મોટી રાહત મળી છે. કેન્દ્રીય કેબિનેટે એલપીજીના ભાવમાં 200 રુપિયાના ઘટાડાનો નિર્ણય લીધો છે.

  • બળબળતા બાટલાની મોંઘવારીમાંથી જનતાને રાહત
  • મોદી સરકારે રાંધણ ગેસના ભાવમાં કર્યો 200 રુપિયાનો ઘટાડો
  • 2024ની ચૂંટણી પહેલા સોંઘવારીની દિશાનું પહેલું મોટું પગલું 

2024ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર થઈ છે. કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં  200 રુપિયાનો ઘટાડો કર્યો છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને  મળશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રુપિયાના ઘટાડાને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરીષદમાં આ માહિતી જાહેર કરી હતી. 

હવે કેટલામાં મળશે
200 રુપિયાના ઘટાડાનો લાભ તમામ લોકોને મળશે હાલમાં 1100 રુપિયામાં એક બાટલો મળી રહ્યો છે જેમા હવે 200 રુપિયાનો ઘટાડો થયો છે આ હવે એક સિલિન્ડર 900 રુપિયાની આજુબાજુ પડી શકે છે. 

હાલમાં સિલિન્ડરનો કેટલો ભાવ
હાલમાં રાંધણ ગેસનો એક બાટલો 1110 રુપિયામાં પડી રહ્યો છે. મનમોહન સરકારમાં એક બાટલાની કિંમત 500ની આસપાસ હતી આ રીતે મોદી સરકારમાં તેઓ દોઢ ગણો વધારો આવ્યો છે. પરંતુ હવે તેમાં 200 રુપિયાના ઘટાડાની સંભાવના થઈ છે સરકારે આ અંગે નિર્ણય પણ લઈ લીધો છે અને ગમે ત્યારે તેની જાહેરાત થવાની સંભાવના છે. 

આગામી સમયમાં બીજી પણ રાહત મળી શકે
લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યાં છે એટલે હવે સરકારે બીજી પણ કેટલીક રાહત જાહેર કરી શકે છે.  

રક્ષાબંધનમાં લોકોને રાહત
આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ છે એટલે જનતાને બાટલાના રુપમાં મોટી રાહત મળી છે.   સરકાર અત્યારથી જ સબસિડી આપવા જેવો નિર્ણય લેવા માંગે છે જેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બર સુધીમાં યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષે તેલંગાણામાં પણ ચૂંટણી યોજાવાની છે.

ઉજ્જવલા લાભાર્થીઓને 400 રુપિયામાં મળશે બાટલો
200 રુપિયાના નવા ઘટાડા સાથે ઉજ્જવલા લાભાર્થીઓને હવે 400 રુપિયામાં ગેસનો એક બાટલો મળશે. તેમને પહેલેથી જ સબસિડી મળી રહી છે જેમાં વધારો થયો છે.  

15 ઓગસ્ટે પીએમ મોદીએ મોઁઘવારીમાંથી રાહતની કરી હતી વાત 
પીએમ નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં મોંઘવારીથી રાહત આપવા માટે પગલા લેવાની વાત કરી હતી જે પછી સૂત્રોએ આવો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના વિશે ગમે ત્યારે જાહેરાત કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે, આના દ્વારા સરકાર મોંઘવારીના મોરચે તેને ઘેરી રહેલા વિપક્ષોને ખાળી શકાશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિલિન્ડર મોંઘવારીના મુદ્દાને મુદ્દો બનાવી દીધો હતો અને તેની અસર પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોતા સરકાર મોંઘવારીથી મોટી રાહત આપવાની તૈયારી કરી ચૂકી છે. મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમે ફુગાવાને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ અમે ત્યાં રોકાવાના નથી. મારા પ્રયત્નો ચાલુ રહેશે. પીએમ મોદીએ મોંઘવારીને રોકવાના ઉપાયો વિશે કહ્યુ હતુ કે આપણી સ્થિતિ દુનિયાથી સારી છે, અમે આનાથી સંતુષ્ટ ન થઈ શકીએ. દેશવાસીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપણે કેટલાક વધુ પગલાં ભરવા પડશે અને અમે તેમ કરતા રહીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ