બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / 2 trustees of Mahudi temple mischievously stole gold foil and cash

ફરિયાદ / ભગવાનના ભાગનું તો મૂકો.! મહુડી મંદિરના 2 ટ્રસ્ટીએ શાતિર રીતે સોનાનો વરખ અને રોકડ રકમની ઉઠાંતરી કરી, જુઓ CCTV

Kishor

Last Updated: 11:49 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહુડી મંદિરના 2 ટ્રસ્ટીએ સોનાની ચેન, 700-800 ગ્રામ સોનાનો વરખ અને રોકડ રકમની ઉચાપત કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

  • મહુડી મંદિરના 2 ટ્રસ્ટી સામે ઉચાપતની ફરિયાદ
  • નિલેશ મહેતા અને સુનિલ મહેતા નામના ટ્રસ્ટી સામે ફરિયાદ
  • સોનાની ચેન,700-800 ગ્રામ સોનાનો વરખ અને રોકડ રકમની ઉચાપતની ફરિયાદ

ગાંધીનગર નજીક આવેલ મહુડી મંદિરના 2 ટ્રસ્ટી સામે ઉચાપતની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમા નિલેશ મહેતા અને સુનિલ મહેતા નામના ટ્રસ્ટીનો ઉલ્લેખ કરી આ બને શખ્સોએ મળી સોનાની ચેન, 700-800 ગ્રામ સોનાનો વરખ અને રોકડ રકમની ઉચાપત કરી છેતરપીંડી આચરી છે. જેને પગલે પોલીસે કલમ 499, 114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાદમાં આ પ્રકરણની ગાંધીનગર LCBને તપાસ સોંપવામાં આવી છે.


ગાંધીનગર LCBને સોંપવામાં આવી ઉચાપતની તપાસ
માણસા પોલીસ મથક હેઠળ આવતા મહુડી મંદિરના ભુપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસંધાને જણાવ્યું કે મહુડી મંદિરમાં  8 ટ્રસ્ટીઓ સેવા આપે છે. દર દિવાળીના દિવસે ભગવાન ઉપર એક સોનાનું વરખ ચઢાવવામાં આવે છે. બાદમાં તેને ઉતારી આ સોનાના વરખને મંદિરના ટ્રસ્ટીઓ મળી અને તેની તિજોરીમાં રાખતા હોય છે. જેમાં આ બને આરોપીએ સાથે મળીને ભગવાનના ભાગનું પણ ન છોડ્યું હોય તેમ ઉચાપત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ