ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 13 year old boy becomes 150 kg

OMG / ગુજરાતના આ 13 વર્ષના કિશોરનું વજન છે અધધ..150 કિલો, કારણ જાણી ચોંકી જશો

Published By: Kavan

Last Updated: 10:27 PM, 27 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 વર્ષના કોઈ કિશોરનું વજન કેટલું હોય? કદાચ આપ કહેશો 30થી 35 કિલો, પરંતુ અમરેલી જિલ્લામાં 13 વર્ષીય એક કિશોરનું વજન 150 કિલો છે.

ADVERTISEMENT

  • ઉંમર 13 વર્ષ, વજન 150 કિલો
  • ઓબેસિટીથી પીડાતો સાગર
  • ભોજનમાં જોઈએ છે 8 રોટલા

તમને કદાચ આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ વાત સાચી છે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે એક કિશોર એવી બીમારીથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેના પરિવારજનો માટે તેનો ઈલાજ અને ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે, તો કેવી છે એ બાળકની સ્થિતિ અને શું છે તેના પરિવારની માગ જોઈએ આ અહેવાલ.

પરિવાર માટે ચિંતાનું કારણ બન્યો કિશોર 

પોતાના શરીરનો ભાર માંડ વહન કરી શકતો આ કિશોર હવે પરિવાર માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. કારણ એ છે કે, ચાઈલ્ડહૂડ ઓબિસિટી નામના રોગનો ભોગ બનવાના કારણે માત્ર 13 વર્ષની વયે  આ  બાળકનું વજન 150 કિલો સુધી  પહોંચી ગયું છે.  અમરેલીના ધારા તાલુકાના ખીચા ગામે શ્રમિક પરિવારમાં જન્મેલા સાગર નામના આ કિશોરનું વજન શરૂઆતમાં તો સામાન્ય જ હતું. શરૂઆતના તબક્કે પરિવારને લાગ્યું કે સાગર તંદુરસ્ત છે.

આહારમાં 8 થી 9 રોટલાની જરૂર પડે છે

પરંતુ છેલ્લા કેટલાક સમયથી અચાનક જ સાગરની ખોરાક લેવાની ક્ષમતા આશ્ચર્યજનક વધવા લાગી.. અને આ સાથે જ તેના વજનમાં પણ સતત  વધારો થવા લાગ્યો છે. આપને જાણીને આશ્ચર્ય લાગશે કે, પરંતુ સાગરને બે ટાઈમના ભોજન દરમિયાના આહારમાં 8 થી 9 રોટલાની જરૂર પડે છે. સાગરના માતા પિતા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, એટલે સાગરના વધુ પડતા ખોરાકથી પરિવાર પર આર્થિક બોજો પણ પડી રહ્યો છે.આથી સાગરના માતાપિતા પોતાના મેદસ્વી બાળકના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે.

ચાઈલ્ડ ઓબેસિટીને કારણે વધી રહ્યું છે વજન 

ચાઈલ્ડ ઓબેસિટીના કારણે સાગર બાળક હોવા છતાં પણ તેની ઉંચાઈ અને તેનુ શરીર વધી રહ્યુ છે. પોતાના શરીરન આવા કષ્ટદાયક ફેરફારથી સાગર ખુદ પરેશાન છે પરંતુ છતાં તે હસી રહ્યો છે જેમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.

જો કે, પરિવારજનોએ સાગરનો વજન ઘટાડવા માટે કમને તેના ભોજનમાં થોડો કાપ મૂકવાનો પ્રયોગ કર્યો પરંતુ તેમ છતાં તેના વજનમાં ઘટાડો ન જ નોંધાયો. હવે  સાગરનો પરિવાર સાગરના ઈલાજ અને તેના ભરણપોષણ માટે સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive viral photo ગુજરાત Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ