બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 1,259.85 crore budget was approved for the development of Gandhinagar, these innovative provisions were made

પાટનગર બજેટ / ગાંધીનગરના વિકાસ માટે 1,259.85 કરોડનું બજેટ મંજૂર, આ નવીન જોગવાઈઓ કરાઇ

Vishal Dave

Last Updated: 11:23 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી.

આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મેયર હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2024-25 ની બજેટની મંજૂરી અંગેની "સામાન્ય સભા" મળી.  જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા 2024- 25 ના રૂ. 1259.85 કરોડ બજેટને સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી.

જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. 

આ પણ વાંચોઃ ગ્રેજ્યુએટ બાદ હવે બેચલર ઓફ સાયન્સ પણ થશે, દેશમાં BS કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ
 

આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે ગાંધીનગરના વિકાસને વેગવાન બનાવતું આ બજેટ દેશનું ગ્રોથ એન્જીન એવા ગુજરાતના વિકાસને નવી ગતિ આપવા માટે મદદરૂપ બનશે.

 

દરેક વોર્ડ દીઠ એક લાઈબ્રેરી બનાવવા રૂ.બે કરોડના ખર્ચે કરાશે,  રૂ.1.50 કરોડના ખર્ચ યોગ સ્ટુડિયો પણ બનશે નદી કિનારાના પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પ્રથમ વખત ફાળવણી કરાઇ છે. 

રૂ.397.75 કરોડની પુરાંત સાથેના આ બજેટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યુ, તેમાં સેકટર-30 ને મોડલ સેક્ટર તરીકે વિકસાવવા અને રૂ. 43 કરોડના ખર્ચે વધુ પાંચ આઈકોનીક એપ્રોચ રોડ બનાવાશે. 

આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઇન્દ્રોડા કિલ્લાનું અને અંબાપુર વાવનો વિકાસ કરવા તેમજ મ્યુનિ. વિસ્તારના સિનિયર સીટીઝન માટે દર માસે ઘર આંગણે વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ પણ કરવામાં આવશે. જીમખાના સહિતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પાંચ કરોડના ફંડની ફાળવણી કરવામાં આવી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ