બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / 110 people corona positive psp private construction company

ચિંતા / અમદાવાદના આ પૉશ વિસ્તારમાં એક જ જગ્યાએ 110 લોકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ

Kavan

Last Updated: 03:58 PM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.તો કોરોના વાયરસે પણ કાળો કહેર વરતાવ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોના આફત બનીને ઉભરી આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને હવે રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે.

  • અમદાવાદના બોડકદેવમાં કોરોનાના કેસનો બ્લાસ્ટ
  • PSP કન્સ્ટ્રક્શન કંપનીના 110 શ્રમિકો કોરોનાગ્રસ્ત
  • ગુજરાત યુનિ.મેદાન પાછળ રહે છે શ્રમિકો

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી PSP કન્સ્ટ્રક્શન કંપનીના એકસાથે 110 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાનો અમદાવાદનો આ પ્રથમ કિસ્સો છે. 

એકસાથે 100 કેસ નોંધાતા ખળભળાટ 

આપને જણાવી દઇએ કે, GMDC મેદાનની પાછળના ભાગમાં મોટી સંખ્યામાં રહેતા તમામ શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 2 દિવસમાં 110 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને AMC તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલ આ તમામ દર્દીઓને તાત્કાલિક અસરથી સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે. 

ગઇકાલે ગુજરાતમાં નોંધાયા છે 1280 નવા કેસ 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1280 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1280 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 96,435 પર પહોંચ્યો છે.

ટેસ્ટિંગમાં સતત વધારો 

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે  કોરોના વાયરસના 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 23,31,836 પર પહોંચ્યો છે.     

અત્યાર સુધીમાં 77,782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આજે કોરોનાના 1280 કેસ જ્યારે 1025 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 77,782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.66 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3022 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 

ગુજરાતમાં હાલ 15631 એક્ટિવ કેસ 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આઁકડો 96 હજારને પાર ભલે પહોંચ્યો હોય પરંતુ 15631 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ