બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / 10 professors left permanent jobs in Maharaja Sayajirao University in last 2 years

વડોદરા / નોકરીની અછત વચ્ચે એમ.એસ યુનિવર્સિટીમાં વહી ઉલટી ગંગા: છેલ્લાં 2 વર્ષમાં 10 પ્રોફેસરોએ છોડી કાયમી નોકરી, જગ્યાઓ ખાલી

Malay

Last Updated: 09:14 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ન્યૂઝ: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં 10 પ્રોફેસરોએ છોડી દીધી કાયમી નોકરી, કાયમી અધ્યાપકોની ભરતી બંધ હોવાથી પ્રમોશન ન મળતા યુનિવર્સિટીની નોકરી છોડી રહ્યા છે અધ્યાપકો

  • નોકરીઓને અછત વચ્ચે વડોદરાની MSUમાં ઉલટી ગંગા 
  • M.S યુનિવર્સિટીમાં 10 અધ્યાપકોએ છોડી કાયમી નોકરી 
  • નોકરી છોડનાર અધ્યાપકો અન્ય યુનિવર્સિટીમાં જોડાયા

Vadodara News: એક જમાનાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. આ યુનિવર્સિટીના એક તરફ સિનિયર અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે અને બીજી તરફ કાયમી અધ્યાપકો પણ નોકરી છોડી રહ્યા હોવાથી યુનિવર્સિટીને બેવડો માર પડી રહ્યો છે. અમે જે યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. જી હાં, એમ.એસ યુનિવર્સિટીના 10 કાયમી અધ્યાપકો નોકરી છોડીને બીજી યુનિવર્સિટીમાં જોડાઈ ગયા છે. 

MS યુનિવર્સિટી વિવાદમાં: છેલ્લાં 5 વર્ષથી ચાલતી સિસ્ટમ બંધ કરાતા મામલો  બિચક્યો, વિદ્યાર્થી સંગઠને ઉચ્ચારી આંદોલનની ચિમકી | MS University in  Vadodara ...

2020થી કાયમી ભરતી પર લાગી બ્રેક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં 10 પ્રોફેસરોએ વિવિધ કારણોસર કાયમી નોકરી છોડી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી મોટા ભાગના પ્રોફેસરો પ્રમોશન ન મળવાને કારણે નોકરી છોડીને ચાલ્યા ગયા છે. એમ.એસ યુનિવર્સિટીમાં વર્ષ 2020માં કાયમી ભરતી પર બ્રેક લાગ્યા બાદ પ્રમોશન નહીં મળી રહ્યું હોવાથી કાયમી અધ્યાપકો પણ નોકરી છોડીને જઈ રહ્યા છે. આસિસન્ટ અથવા એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા અધ્યાપકો અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં બઢતી સાથે નોકરીની ઓફરો સ્વીકારી રહ્યા છે

MS યૂનિ.માં બહુ ગાજેલા ભરતી કૌભાંડ મામલે એક્શન મોડમાં સરકાર, તાબડતોબ જુઓ  શું લીધો નિર્ણય | The government in action mode in the case of the  much-hyped recruitment scam in MS Uni.

10 કાયમી અધ્યાપકોએ છોડી નોકરી
અત્યાર સુધીમાં યુનિવર્સિટીના 10 કાયમી અધ્યાપકો નોકરી છોડીને બીજી યુનિવર્સિટીમાં પ્રોમોશનની સાથે નોકરીમાં જોડાયા છે. વડોદરાના એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ વિભાગના 2 પ્રોફેસર અને કોમર્સ વિભાગના 2 પ્રોફેસર નોકરી છોડી ચૂક્યા છે. આ ઉપરાંત આર્ટ્સ, હોમસાયન્સના 1-1 પ્રોફેસરે પણ નોકરી છોડી દીધી છે. તો ટેક્નોલોજી ફેકલ્ટીના 4 કાયમી અધ્યાપકો અત્યાર સુધીમાં નોકરી છોડીને અન્ય યુનિવર્સિટીમાં ચાલ્યા ગયા છે. નોંધનીય છે કે, એમ.એસ યુનિવર્સિટીમાં વર્ષ 2020થી 580 પૈકીની મોટાભાગની જગ્યાઓ હજુ ખાલી છે.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ