બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / zycov d covid 19 vaccine emergency use on children drug controller general of india central drug laboratory kasauli
Last Updated: 09:21 AM, 27 July 2021
ADVERTISEMENT
દેશની વધુ એક સ્વદેશી રસી પરિક્ષણમાં ખરી ઉતરી
કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દેશની વધુ એક સ્વદેશી રસી પરિક્ષણમાં ખરી ઉતરી છે. ખાસ વાત એ છે કે ઝાયડસ ડી રસી 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના બાળકો સહિત તમામ પર કારગત છે. ઝાયડસ કેડિલા કંપનીએ ક્લીનિકલ ટ્રાયલ બાદ ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)થી રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. કંપનીના લાયસન્સ માટે આવેદન કર્યું છે. આ સાથે કેટલીક ઔપચારિક્તાઓ બાદ આ રસીને જલ્દી જ બજારમાં ઉતારવાની તૈયારી છે.
ADVERTISEMENT
સીડીએલએ પોતાની વેબસાઈટ પર આ રસીની ખરાઈ કરી
ઝાયકોવ- ડીએ ક્લીનિકલ ટ્રાયલ પાસ કરી છે. રસીને માન્યતા આપવાનારી સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી(સીડીએલ) કસૌલીએ પોતાની વેબસાઈટ પર આની ખરાઈ કરી છે. કંપનીના ક્લીનિકલ ટ્રાયલ માટે રસીના બેચ કસૌલી મોકલવામાં આવ્યા હતા. જ્યારે કંપની ડીસીજીઆઈથી ઈમરજન્સીની મંજૂરી મળતા જ રસીના પબ્લિક બેચ તપાસ માટે ફરી સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી મોકલશે.
ADVERTISEMENT
.jpg)
અંતિમ મંજૂરી મળ્યા બાદ કંપની ત્રીજી ભારતીય રસીને બજારમાં ઉતારશે
ADVERTISEMENT
અહીંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ કંપની ત્રીજી ભારતીય રસીને બજારમાં ઉતારશે. સૂત્રોના અનુસાર વિશેષજ્ઞ સમિતિ જલ્દી ઝાયડસ કેડિલા દ્વારા જમા રકવામાં આવેલા ડેટાના આધાર પર અંતિમ મંજૂરી કેટલાક દિવસોમાં આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે સ્વદેશી રસી કોવૈક્સીન અને કોવિશીલ્ડ સહિત રશિયાની સ્પૂતનિક વી ને સીડીએલ કસૌલીએ માન્યતા આપી છે. સીડીએલ કસૌલીથી ભારતમાં ઉત્પાદ આયાત તથા નિર્યાત થનારી રસી ને મંજુરી મળી મળ્યા બાદ બજારમાં ઉતારવામાં આવી છે.

ADVERTISEMENT
પહેલી રસીના 28માં દિવસે બીજો અને 56 માં દિવસે ત્રીજો ડોઝ
ઝાયડસ ડી ડીએનએ આધારિત રસી છે. જેમાં કોરોનાના જેનેટિક કોડ છે જે રસી લગાવનારાના શરીરમાં ઈમ્યૂન સિસ્ટમને સક્રિય કરે છે. ઝાયકોવ ડી ત્રણ ડોઝોવાળી રહી છે. પહેલી રસી લીધાના 28માં દિવસે બીજો અને 56 માં દિવસે ત્રીજો ડોઝ લેવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.