ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Zaheer Khan explains similarities between Sourav Ganguly and MS Dhoni as captains

નિવેદન / ઝહીર ખાને ધોનીને લઈને આપ્યું એવું નિવેદન કે માહીના ચાહકોને નહીં ગમે, કહ્યું તેને ટીમ...

Published By: Juhi

Last Updated: 07:11 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કયા દેશમાં કયો ખેલાડી સૌથી સફળ કેપ્ટન છે, તે વાતની સરખામણી સતત થતી હોય છે. ભારતીય ક્રિકેટમાં પણ સફળ કેપ્ટનને લઇને સતત ચર્ચા થતી હોય છે. હાલની વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીથી એમ એસ ધોનીની કેપ્ટનશિપ કેટલી અલગ હતી અથવા તો વિરાટ કોહલીને કેપ્ટન્સી ક્યાં છે તેને લઇને સતત સવાલ થતા રહેતા હોય છે.

ADVERTISEMENT

કેપ્ટનની મહાનતા ક્યારેક આંકડાઓ પરથી આંકવામાં આવે છે તો ક્યારેક તેમની કેપ્ટન્સીના વ્યવહારથી. જોકે ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને હવે સૌરવ ગાંગુલી અને એમ એસ ધોનીની કેપ્ટન્સીની સરખામણીને લઇને નિવેદન આપ્યુ છે. 

ઝહીર ખાને સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત કરી હતી. યૂટ્યૂબના એક ચેટ શોમાં આ અંગે વાત કરતા કહ્યુ કે, ''મારા કરિયરના શરૂઆતી સમયમાં જે પ્રકારના સપોર્ટની જરૂર હતી, તે સૌરવ ગાંગુલી તરફથી મળ્યો હતો. જોકે આ પછી તમે ક્યાં છો અને તમારા કરિયરને કઇ દિશામાં લઇ જાઓ છો તે પછીની વાત છે પરંતુ શરૂઆતમાં સપોર્ટની ખૂબ જ જરૂર પડે છે. ''

એટલુ જ નહી, ઝહીર ખાને જણાવ્યુ કે, ''જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને જે ટીમ મળી તેમાં ઘણા અનુભવી ખેલાડીઓ હતા, તેણે વધારે કંઇ મહેનત કરવાની જરૂર પડી ન હતી. જોકે અલગ વાત છે કે, જ્યારે આ ખેલાડીઓએ સંન્યાસ લેવાનું શરૂ કર્યુ ત્યારે ધોનીએ યુવા ખેલાડીઓને ફોર્મને સારું બનાવવા માટે પ્રયત્નો કર્યા. ધોની તે સમયથી જ તે ભૂમિકામાં આવી ગયો અને તમામ બાબતોનું ધ્યાન રાખવા લાગ્યો જે સૌરવ ગાંગુલી રાખી રહ્યા હતા. જોકે એક સારા કેપ્ટનની વાત છે કે, તેઓ ટીમને આગળ કઇ રીતે લઇ જાય છે.''

પૂર્વ ફાસ્ટ બૉલરે આગળ કહ્યુ કે, ''ભારતીય ક્રિકેટમાં દરેક દશકામાં કેપ્ટન પોતાના ઉત્તરાધિકારીને તૈયાર કરે છે અને તેજ ખેલાડીએ ટીમને આગામી સ્તર સુધી લઇ જવામાં મદદ કરે છે.''

ઝહીર ખાને 2000 માં ડેબ્યૂ કર્યુ હતુ

ભારતીય ક્રિકેટના સૌથી સારા ફાસ્ટ બૉલરમાં શામેલ ઝહીર ખાને 2000 ના વર્ષમાં નૈરોબીમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ટૂર્નામેન્ટમાં તેની સાથે યુવરાજ સિંહે પણ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યુ હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India MS Dhoni Sourav Ganguly Yuvraj Singh Zaheer Khan sports Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ