બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Yuvraj Singh Jadeja will be interrogated by Bhavnagar police in the matter of dummy scandal
Last Updated: 09:55 PM, 18 April 2023
ADVERTISEMENT
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસનું તેડું આવ્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે તેમજ આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
ADVERTISEMENT
.jpg)
બિપિન ત્રિવેદીએ લાગાવ્યા હતા આરોપ
મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.
ADVERTISEMENT
વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'
ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.