બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Young players including Yashaswi Jaiswal will get a chance in the match between India and West Indies

જયસવાલનો જાદુ / 46 ચોગ્ગા, 6 છગ્ગા, એક મેચમાં ઠોકયા 357 રન, રોહિત સાથે પ્રેક્ટિસમાં ઓપનિંગ, ટેસ્ટમાં ડેબ્યૂ પાક્કું

Kishor

Last Updated: 07:13 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ ક્રિકેટની તૈયારીમાં જોતરાઈ છે. બને ટીમ માટે મહત્વની બની રહેતી આ શ્રેણીમાં અનેક યુવા ખેલાડીઓને પણ મોકો મળે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ યશસ્વી જયસ્વાલ પર તમામની મીટ મંડાયેલી છે.

  • ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની તૈયારી
  • યશસ્વી જયશ્વાલે ધમાકેદાર બેટિંગ કરી
  • યશસ્વીને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યુની મળી શકે છે તક

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની તૈયારીને આખરી ઓપ આપી રહી છે. વિદેશ પ્રવાસ પર ગયેલી ટીમે પ્રેક્ટિસ મેચોમાં કેપ્ટન રોહિત શર્મા અને યુવા ઓપનર યશસ્વી જયશ્વાલે ધમાકેદાર બેટિંગ કરી બધાને ચોંકાવી દીધા હતા. આ સીરિઝ ભારત અને વેસ્ટઇંન્ડિઝ માટે ખુબ જ મહત્વની સાબીત થશે, કારણ કે ભારતના અનેક યુવા ક્રિકેટરો આ સીરિઝથી પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યાં છે. સૌથી વધુ બધાની નજર યશસ્વી જયશ્વાલ પર ટકેલી છે. 

12 જુલાઇએ પ્રથમ મેચ

ભારતીય ક્રિકેટ ટીમ પોતાના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ મેચથી કરશે, જે 12 જુલાઇએ પ્રથમ મેચ છે. ભારતીય ટીમ હાલ બદલાવમાંથી પસાર થઇ રહી છે. જેમાં ટીમમાં કેટલાક નવા ચહેરાઓએ એન્ટ્રી કરી છે. ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરનારા યશસ્વી જયશ્વાલ પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યશસ્વી જયશ્વાલે પોતાના નાના કરિયરમાં બધાને પ્રભાવિત કર્યા છે. ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાની જગ્યાએ 21 વર્ષના યુવા ક્રિકેટરને તક મળી છે. પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ યશસ્વીને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાની તક આપી શકે છે.

Cricket | VTV Gujarati

 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન

યશસ્વી જયશ્વાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું છે. રણજી ટ્રોફિમાં જોરદાર પ્રદર્શન કરનારા યશસ્વીએ ઇરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી રમીને મધ્યપ્રદેશ વિરુદ્ધ પ્રથમ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. ઇરાની ટ્રોફી 2022-23માં મધ્ય પ્રદેશ વિરુદ્ધ યશસ્વીએ પ્રથમ ઇનિંગ્સમાં 259 બોલ પર 30 ચોક્કા અને 3 છક્કાની મદદથી કુલ 213 રન બનાવ્યા હતા. એટલું જ નહીં બીજી ઇનિંગ્સમાં 157 બોલ પર 16 ચોક્કા અને 3 છક્કાની મદદથી 144 રન ફટકાર્યા હતા. આ મેચમાં યશસ્વીએ કુલ 46 ચોક્કા અને 6 છક્કાની મદદથી કુલ 357 રન બનાવ્યા હતા. યશસ્વી જયશ્વાલના કરિયરની વાત કરીએ તો 15 ફર્સ્ટક્લાસ મેચ રમીને 80.21ની રનરેટથી કુલ 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 265 રનનો રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ