બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / you have got health insurance then keep these 5 important things in mind

કામની વાત / જો તમે પણ ઉતરાવ્યો છે હેલ્થ ઇન્સ્યોરન્સ, તો ખાસ ધ્યાનમાં રાખજો આ 5 બાબત, નહીં તો...

Bijal Vyas

Last Updated: 05:42 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવુ જોઇએ, પરંતુ મોંઘવારીના સમયમાં ગમે ત્યારે બીમારી આવી તો તેની સારવાર માટેનું આયોજન હોવુ પણ જરુરી છે, જાણો હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે...

  • તમારી હેલ્થ વીમા રાશિ તમારી વાર્ષિક આવકના બરાબર હોવી જોઇએ
  • તમારા પરિવાર માટે સૌથી સારી હેલ્થ યોજના પસંદ કરવી સૌથી જરુરી છે
  • હોસ્પિટલના રૂમના ભાડા સહિતના ખર્ચની લિમિટ વિશે ખાતરી કરો

Health insurance: જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવી રહ્યા છો તો તમારે અમુક જરુરી વાતોનું ધ્યાન રાખવુ જોઇએ. તમારે એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી જરુર રાખવી જોઇએ પરંતુ પર્યાપ્ત ઇન્સ્યોરન્સ રાશિ માટે તેની તપાસ પણ કરો કે તમારી હેલ્થ વીમા રાશિ તમારી વાર્ષિક આવકના બરાબર હોવી જોઇએ. આ પોલિસી તમને અચાનક થયેલી ઘટનાઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જો તમે આ પોલિસી નથી લેતો તો તમને ભારે નુકશાન થઇ શકે છે. 

તમારી હેલ્થને સારી રાખવુ તે એક પડકાર રુપ કામ બની ગયુ છે. બીમારીઓ અચાનક જ આવે છે અને સારવારનો ભારે ખર્ચ તમારા જીવનની બચત ઝડપથી ખતમ કરી નાંખે છે. તેથી તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ખૂબ જ જરુરી છે. જો કે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતી વખતે તમારી જરુરીયાતને પૂર્ણ કરવા માટે યોગ્ય કવરેજ પસંદ કરવુ તે ઘણા લોકો માટે મુશ્કેલ કાર્ય હોય છે. 

ઉલ્લેખનીય છે કે, બજારમાં આટલી સારી સ્વાસ્થ્ય વીમા પોલિસીઓની સાથે અનેક ગ્રાહકોનો નિર્ણય લેવા માટે માર્ગદર્શનની જરુર હોય છે. તમારા અને તમારા પરિવાર માટે સૌથી સારી સ્વાસ્થ્ય વીમા પોલિસીને પસંદ કરવામાં મદદ કરવા માટે આવો જાણીએ અમુક જરુરી ટિપ્સ વિશે....

શું વર્ષ દરમ્યાન ક્યારેય નથી કર્યો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ, તો થશે આ વિશેષ  ફાયદો, જાણો કઇ રીતે | If you have never made a health insurance claim  during the year then you

હાઇ વીમા રાશિનું લક્ષ્ય 
તમારા બચાવ માટે એક એવી હેલ્થ યોજનાનુ વીમાની રકમ માટે પૂરતું કવરેજ પૂરું પાડતું હોય તે પસંદ કરો. વીમા માટે તમારી ઉંમર ઘણી મહત્વની છે. આરોગ્ય વીમો લેતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. વૃદ્ધોને નાની વયની વ્યક્તિઓ કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમ હોય છે, અને તેમની ઉંમર વધવાની સાથે તેઓ બીમાર અને નબળા થવાની સંભાવના વધી જાય છે.

તમારી સ્વાસ્થ્યની સ્થિતિ અને જરુરીયાતને જાણો 
તમારા પરિવાર માટે સૌથી સારી હેલ્થ યોજના પસંદ કરવી સૌથી જરુરી છે. તમારા પરિવારના દરેક સભ્યની ઉંમરને ધ્યાનમાં લીધા પછી ફેમિલી પ્લાન પસંદ કરો. એક વ્યક્તિ, પત્ની અને બાળકો માટે કવરેજ સહિત. સ્વાસ્થ્ય વીમો પણ પસંદ કરો, જેનો ઉદ્દેશ્ય બીમારીઓની સારવારના ખર્ચને કવર કરી લેવાનો છે.

શું તમારી પાસે છે હેલ્થ ઇન્શ્યોરન્સ? સરકાર આપવાની છે આ મોટી ભેટ | Soon pay health  insurance premium on monthly, quarterly, halfyearly basis

કેશલેસ હોસ્પિટલાઇજેશન ફીચરને આપો પ્રાથમિકતા
કોઈપણ નેટવર્ક હોસ્પિટલમાં કેશલેસ સારવારનો લાભ લેતી વખતે પોલિસીધારક પાસે હંમેશા એક વિકલ્પ હોય છે. તમારે હોસ્પિટલ નેટવર્ક સાથે વીમા કંપની પાસેથી કવરેજ લેવું જોઈએ. તમારા માટે સૌથી અનુકૂળ હોસ્પિટલ શોધો. ખાસ કરીને જો તમે દૂરના સ્થળે રહો છો. તો હોસ્પિટલમાં દાખલ થવાના સમયે કાગળની કાર્યવાહીથી બચવા માટે, તપાસો કે તમારી પાસે તમારા સ્વાસ્થ્ય વીમા પ્રોવાઇડર દ્વારા ઓફર કરાયેલ કેશલેસ હોસ્પિટલમાં દાખલ થવાનો વિકલ્પ છે કે નહીં.

આ વાતનું રાખો ધ્યાન 
ઘણી સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓમાં સારવારના શુલ્ક, ડે-કેર ટ્રીટમેન્ટ, હોસ્પિટલના રૂમના ભાડા સહિતના ખર્ચની લિમિટ હોય છે. ઉદાહરણ તરીકે, કેર હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી "કેર ફ્રીડમ" માં મોતિયાની સારવાર, ઘૂંટણની સંપૂર્ણ સારવાર, અને તમામ પ્રકારના હર્નિયા, બીપી, વગેરે માટે સર્જરી જેવી બીમારીઓની સારવાર પર એક લિમિટ છે. જો તમે સ્વાસ્થ્ય વીમા પૉલિસી પસંદ કરો છો, તો ખાતરી કરો કે તમને મર્યાદામાં મહત્તમ સ્તરનું કવરેજ મળે છે. જો નહીં, તો તમારે તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડી શકે છે.

પોસાય તેવુ પ્રીમિયમ પસંદ કરો
જો તમે હાઇ પ્રિમીયમની ચૂકવવણી કરો છો, તો વધારે લાભો ઓફર કરતી યોજનાઓ પસંદ કરવાનું વધુ સારું રહેશે. તમારી સ્વાસ્થ્ય સંભાળ યોજના વિશે સંપૂર્ણ માહિતી હોવાને કારણે, તમારે અંતિમ ક્ષણે નાણાકીય વ્યવસ્થા સંબંધિત કોઈપણ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થવું પડશે નહીં. જો તમે આ બાબતોનું ધ્યાન રાખ્યું હશે તો તમને પસ્તાવો નહીં થાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ