બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / You can travel even without money know at which railway station this facility has been started
Vishal Khamar
Last Updated: 11:36 PM, 20 March 2024
ઈન્ટરનેટ અને મોબાઈલના વપરાશને કારણે હવે લોકો મોટા ભાગના ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરતા થઈ ગયા છે જેથી ખીસ્સામાં પૈસા રાખવાનું પ્રમાણ પણ ઘટ્યુ છે. બજારમાં નિકળીયે ત્યારે UPI દ્વારા બધા પેમેન્ટ થઈ જાય છે મેટ્રો શહેરોની બસ સેવામાં પણ UPI દ્વારા ટીકીટ મળવા લાગી છે જેથી હવે રેલવે વિભાગમાં પણ ધીરે ધીરે કેશલેસ સુવિધા શરૂ કરાઈ રહી છે. દેશના વધુ એક રેલવે સ્ટેશનમાં કેશલેસ સુવિધા શરૂ કરાઈ છે.
ADVERTISEMENT
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત રેલવે વિભાગ દ્વારા આગ્રા ડિવિઝન દ્વારા આગ્રા મંડલ સ્ટેશન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે QR કોડ દ્વારા ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ માટે એક કેશલેસ કાઉન્ટર શરૂ કરાયું છે, જ્યાં QR કોડ સ્કેનર સાથે પેમેન્ટનું ડિસ્પ્લે પણ લગાવવામાં આવ્યું છે, જેમાં મુસાફરો પોતે કરેલ પેમેન્ટ સ્ક્રીન પર જોઈ શકશે.આ સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર કેશલેસ બનાવાયુ છે જેથી મુસાફરોને લાંબી લાઈનોમાં ઉભુ રહેવું નહીં પડે અને ઓછા સમયમાં ટિકિટ મળી જશે.
વધુ વાંચોઃ સાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મોટી રાહત: NDPS એક્ટ હટાવી લેવાયો, પોલીસનું વાહિયાત રટણ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આગ્રા મંડલના તમામ સ્ટેશનો જેવા કે આગ્રા કેન્ટોનમેન્ટ, આગ્રા ફોર્ટ, મથુરા જંક્શન વગેરે પર ખાણીપીણીની ખરીદી પર QR કોડનો ઉપયોગ શરૂ કરાયો છે. પાર્કિંગ વિભાગમાં,પે એન્ડ યુઝ ટોયલેટમાં પણ QR કોડ દ્વારા પેમેન્ટની સુવિધા શરૂ કરાઈ છે. કેશલેસ બનાવવાની ઝુંબેશ હેઠળ દેશના અનેક રેલવે સ્ટેશનને કેશલેસ બનાવવામાં આવ્યા છે જેમાં આગ્રાનું વધુ એક સ્ટેશન એડ થયુ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.