બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / You are saying the same thing about Savarkar, 10 more cases are pending: See what Gujarat High Court hit Rahul Gandhi

અમદાવાદ / તમે સાવરકર પર પણ આવું જ બધુ બોલો છો, હજુ 10 કેસ તો પેન્ડિંગ: ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીને જુઓ શું ટકોર કરી

Priyakant

Last Updated: 02:45 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Case Gujarat News: ગુજરાત હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વીર સાવરકર મુદ્દે આપેલ નિવેદન અને રાહુલ ગાંધી વિરુદ્ધ 10 અન્ય કેસોનો પણ ઉલ્લેખ કર્યો

  • મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝટકો 
  • હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વીર સાવરકરનો કર્યો ઉલ્લેખ 
  • રાહુલ ગાંધી વિરુદ્ધ 10 અન્ય કેસોનો પણ ઉલ્લેખ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સાંસદ પુનઃસ્થાપિત નહીં થાય. રાહુલ ગાંધી પાસે હવે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે. તે હાઈકોર્ટના નિર્ણયને પડકારી શકે છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વીર સાવરકર મુદ્દે આપેલ નિવેદન અને રાહુલ ગાંધી વિરુદ્ધ 10 અન્ય કેસોનો પણ ઉલ્લેખ કર્યો છે.

કોર્ટે રાહુલ ગાંધી સામે નોંધાયેલા અન્ય ગુનાહિત માનહાનિના કેસોનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે, લગભગ 10 કેસ પેન્ડિંગ છે. આટલું જ નહીં, કોર્ટે વીર સાવરકર વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું, 'રાજકારણમાં સ્વચ્છતા જરૂરી છે. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં વીર સાવરકર વિરુદ્ધ શબ્દોનો ઉપયોગ કરવા બદલ વીર સાવરકરના પૌત્ર વતી રાહુલ ગાંધી સામે પુણે કોર્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાઇકોર્ટથી મળ્યો ઝટકો 
મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટનો આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો. રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. 

રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો
હવે વાત એમ છે કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનો 2024ની લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. જો કે હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. એવામાં હવે જો સુપ્રીમ કોર્ટ 'મોદી અટક' પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકે  તો રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી કરતી વખતે કહ્યું હતું કે તેઓ અસ્તિત્વમાં નથી તેવા આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નીચલી અદાલતે સંભળાવેલી સજા પર સ્ટે આપવાનો કોઈ નિયમ નથી. આ માત્ર એક અપવાદ છે જેનો દુર્લભ કિસ્સાઓમાં આશરો લેવો જોઈએ. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

હાઈકોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. પણ જો ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હોત તો રાહુલ ગાંધી માટે 2024ની ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો હોત પરંતુ એવું થયું નહીં.

આગળનો રસ્તો શું છે
ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ હવે રાહુલ ગાંધી પાસે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવાનો વિકલ્પ છે. રાહુલ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારી શકે છે. હવે રાહુલ માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રસ્તો પણ ખુલી ગયો છે.

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ