બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Yellow alert declared in 4 districts of Gujarat

આગાહી / કામ વિના બહાર ન નીકળતા! ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, જાણો હીટવેવથી બચવા શું કરવું?

Vishal Khamar

Last Updated: 12:16 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં ચાર જીલ્લાઓમાં રાત્રિ દરમ્યાન ગરમીનો પારો વધવાની ચેતવણી આપી હતી. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમ્યાન તાપમાનનો પારો વધવાની સંભાવનાં વ્યક્ત કરી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જીલ્લાનું 39.6 ડિગ્રી નોંધાવા પામ્યું છે. જ્યારે બીજા નંબરે અમદાવાદનું 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજસ્થાન આસપાસનાં વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે ચોથા અને પાંચમાં દિવસે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરશે. 

અભિમન્યુ ચૌહાણ (હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક)

ગરમીનાં લીધે હીટ સ્ટ્રોકનાં લક્ષણો

  • ગરમીમાં અળાઈઓ થવી
  • ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુઃખાવો તેમજ ચક્કર આવવા
  • ચામડી લાલ થઈ જવી
  • સ્નાયુઓમાં દુઃખાવો
  • તેમજ ઉબકા અને ઉલટીઓ થવી

વધુ વાંચોઃ શું સાબરકાંઠા લોકસભા બેઠક પરથી બદલાશે ઉમેદવાર? વિવાદ વચ્ચે આજે આગેવાનો સાથે CMની બેઠક

હીટવેવમાં આટલી બાબતોનું રાખજો ધ્યાન

  • હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ
  • બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન
  • પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન
  • તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ