બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Year 2022 in Ahmedabad More than 100 drug peddlers were caught

સિલ્ક રૂટ / ડ્રગ્સ માફિયાઓ માટે હોટ ફેવરિટ બન્યું અમદાવાદ, વર્ષ 2022માં 100થી વધુ ડ્રગ્સ પેડલર પાસેથી કરોડોનું ડ્રગ્સ ઝબ્બે

Vishnu

Last Updated: 10:45 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે.અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 100થી વધુ ડ્રગ્સ પેડલરો તો ફક્ત અમદાવાદમાં ઝડપાયા છે.

  • ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું
  • 100થી વધુ ડ્રગ્સ પેડલર ઝડપાયા
  • મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી ઘુસાડાય છે ડ્રગ્સ

ગુજરાતનું અમદાવાદ શહેર ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે..જોકે વર્ષ 2022માં ચાલુ વર્ષે કરેલા એન.ડી.પી.એસના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.જેમાંથી MD ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે .સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ શિરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાલુ વર્ષે 24 કેસ નોંધી 74 જેટલા આરોપી ધરપકડ કરી છે જેમાં ડ્રગ્સ પેડલરો અને મદદગારી કરનારની ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ એસ.ઓ.જી ટીમે પણ 15 કેસ કરી 35 જેટલા પેડલરો અને ડ્રગ્સ ડીલરની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ એસ.ઓ.જી ટીમ ડ્રગ્સ ડીલર અમીનાબાનું પકડી ડ્રગ્સ હેરાફેરીના મોટા નેટવર્ક પર્દાફાશ કર્યો છે.

અમદાવાદમાં ડ્રગ્સ કેસના ચાલુ વર્ષના આંકડા

  • ક્રાઈમ બ્રાંચ ટીમે 24 કેસ 74 આરોપી ધરપકડ કરી,1.5 કિલો એમ.ડી ડ્રગ્સ કુલ 1.5 કરોડ કબ્જે કર્યું
  • ક્રાઇમ એસ.ઓ.જી ટીમે 15 કેસ કરી 35 આરોપી ધરપકડ કરી,671 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કુલ 67 લાખ કબ્જે કર્યું

ગુજરાત ડ્રગ્સ માફિયા માટે હોટ ફેવરિટ બન્યું છે કારણકે ગુજરાતના 1600 કિલો મીટરનો લાંબો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે..ત્યારે અત્યાર સુધીમાં  અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે. અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત 52 અબજ 55 કરોડ 31 લાખ થાય છે..આ ચોંકાવનારો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં સૌથી વધુ અમદાવાદ માં ડ્રગ્સ મળી આવના કેસ સામે આવ્યા છે. મહત્વની બાબત છે કે ડ્રગ્સના નેટવર્ક માં અમદાવાદ માં ડ્રગ્સ ઘુસાડવા માટે સિલ્ક રૂટ મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે..જે બન્ને રાજ્યોના ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અમદાવાદ પહોંચાડે છે જેમાં કેરિયર બોય  અને ડ્રગ્સ પેડલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં આ ડ્રગ્સ નેટવર્કમાં દરિયાઇ મારફતે માછીમારો પણ સંડોવાયેલા હોય છે. જેઓને ડ્રગ્સની હેરાફેરી માટે મોટું કમિશન મળતું હોય છે. 

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી ચોંકાવનારા આંકડા.

  • એમ.ડી ડ્રગ્સ - 127 કેસ - 209 આરોપી
  • હેરોઇન-બ્રાઉન સુગર -10 કેસ- 54 આરોપી
  • ચરસ- 26 કેસ -47 આરોપી
  • અફીણ-18 કેસ-23 આરોપી
  • ગાંજો-287 કેસ-401 આરોપી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચથી લઈ એસ.ઓ.જી સાથે ગુજરાત એટીએસ રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસના કેસ કર્યા છે..જેમાં હાલમાં ગુજરાત એટીએસએ ભરૂચ અને વડોદરાથી એમ.ડી ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે..નોંધનીય છે કે એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે એમ.ડી ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો ખુલાસો થયો છે જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે..ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે.જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ