બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / wtc final team india and australia fined for slow over rate shubman gill also sanctioned by icc

BIG NEWS / ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો, WTC ફાઇનલમાં હાર બાદ ICCએ ફટકાર્યો મસમોટો દંડ

Manisha Jogi

Last Updated: 03:48 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે હાર મેળવ્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ ભારતીય ટીમને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં પાંચ ઓવર ઓછી ફેંકી હતી.

  • ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો
  • ICCએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમને દંડ ફટકાર્યો
  • શુભમન ગિલે ટ્વિટ કરતા ફટકાર્યો દંડ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. લંડનના ઓવલ મેદાનમાં રમવામાં આવેલ મેચમાં ભારતીય ટીમે જીતવા માટે 444 રનની જરૂર હતી, પરંતુ મેચના પાંચમા દિવસે લંચ પહેલા જ આખી ટીમ આઉટ થઈ ગઈ. 

ભારતે હાર મેળવ્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ ભારતીય ટીમને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમ પર સંપૂર્ણ મેચ ફીનો દંડ ફટકાર્યો છે. ICCએ સ્લો ઓવર માટે ઓસ્ટ્રેલિયાના ટીમ સામે પણ પગલા લીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પર સ્લો ઓવર માટે મેચ ફીનો 80 ટકા દંડ ફટકાર્યો છે. 

ICC આચારસંહિતાના સ્લો ઓવર રેટ સાથે જોડાયેલ અનુચ્છેદ 2.2 અનુસાર નિર્ધારિત સમયમાં ઓવર પૂર્ણ ના કરવા પર પ્લેયર્સ અને સહયોગી સ્ટાફ પર પ્રતિ ઓવરના દરથી મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવે છે. ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં પાંચ ઓવર ઓછી ફેંકી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ નિર્ધારિત સમયમાં ચાર ઓવર પાછળ રહી ગઈ હતી. જેથી ભારતીય ટીમે મેચ ફીનો 100 ટકા અને ઓસ્ટ્રેલિયાએ 80 ટકા દંડ ભરવાનો રહેશે. 

શુભમન ગિલ પર 115 ટકા દંડ
ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલે દંડ તરીકે મેચ ફીનો અલગથી વધુ 15 ટકા દંડ ભરવાનો રહેશે. બીજી ઈનિંગમાં કેમરન ગ્રીને શુભમન ગિલને કેચ આઉટ કર્યો હતો અને એમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધી હતો. ત્રીજા એમ્પાયરે શુભમન ગિલને વિવાદાસ્પદ રીતે કેચ આઉટ આપ્યો હતો. શુભમન ગિલે ICCના અનુચ્છેદ 2.7નું ઉલ્લંઘન કર્યું છે. આ અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય મેચ બાબતે સાર્વજનિક ટીકા અને અયોગ્ય ટિપ્પણી સાથે સંબંધિત છે. ભારતીય ટીમ 100 ટકા અને શુભમન ગિલ પર અલગથી 15 ટકા દંડ ફટકારતા કુલ 115 ટકા દંડ ભરવાનો રહેશે. 

ફાઈનલ મેચમાં હારની સાથે ભારતીય ટીમ સતત બીજી વાર WTC ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી શકી નથી. વર્ષ 2021માં WTCની પહેલી સીઝનની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર WTC ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ