બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / wpi inflation increases to 14 55 in march 2022 says government data

જનતા ત્રસ્ત: / ઈંધણ અને મોંઘી વસ્તુઓનો માર: જથ્થાબંધ મોંઘવારી દરમાં જબરદસ્ત ઉછાળો, માર્કેટમાં હાહાકાર મચ્યો

Pravin

Last Updated: 03:15 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ મહિનામાં મોંઘવારીએ માઝા મુકી છે. માર્ચ 2022 મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર ( WPI based Inflation) 14.55 ટકા રહ્યો છે.

  • મોંઘવારીથી જનતા ત્રસ્ત
  • માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી ટોચ પર પહોંચી
  • આ કારણે વધી રહી છે મોંઘવારી

 

માર્ચ મહિનામાં મોંઘવારીએ માઝા મુકી છે. માર્ચ 2022 મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર ( WPI based Inflation) 14.55 ટકા રહ્યો છે. જ્યારે ફેબ્રુઆરી 2022માં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર 13.11 ટકા રહ્યો હતો. જથ્થાબંધ મોંઘવારી દર ચાર મહિનોની ટોચ પર છે. જાન્યુઆરી 2022માં મોંઘવારી દર 12.96 ટકા રહ્યો હતો. ચિંતાની વાત એ છે કે, મોંઘવારી દર છેલ્લા એક વર્ષથી સતત ડબલ આંકડામાં છે. માર્ચ 2021માં જથ્થાબંધ આધારિત મોંઘવારી દર 7.89 ટકા પર હતો.

આ કારણે વધ્યો મોંઘવારી દર

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2022 માર્ચ મહિનામાં મોંઘવારી દરનું મુખ્ય કારણ પેટ્રોલિય નેચરણ ગેસ, મિનરલ ઓયલ, બેસિક મેટલ્સની કિંમતમાં ઉછાળો છે. જે રશિયા યુક્રેન યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાઈ ચેનમાં આવેલી અડચણના કારણે ઉભી છે. 

જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો

 માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં તેજી આવી છે. આ દરમિયાન ખાદ્ય મોંઘાવારી દર 8.47 ટકાથી વધીને 8.71 ટકાએ પહોંચી ગયો છે. બટાટાના જથ્થાબંધ આધારિત મોંઘવારી દરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બટાટાના જથ્થાબંધ મોંઘવારી દર 14.78 ટકાથી વધીને 24.62 ટકા પર જઈ પહોંચ્યો હતો. ફ્યૂલ અને પાવરમાં મોંઘવારી દર પર નજર નાખીએ તો, ફેબ્રુઆરી 2022થી જ્યાં 31.50 ટકા હતો, ત્યાં વધીને 34.52 ટકા પર પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં પ્રાઈમરી આર્ટિકલ્સ સાથે જોડાયેલ બાસ્કેટનો મોંઘવારી 13.39 ટકાથી વધીને 15.54 ટકા પર ઝઈ પહોંચ્યો હતો. રશિયા યુક્રેન તણાવ વચ્ચે ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ બાસ્કેટમાં 21.18 ટકા, મિનરલ્સમાં મોઁઘવારી દર 9.72 ટકા, નોન ફુડ આર્ટિકલ્સની કિંમતમાં 2.94 ટકાના દરે વધારો થયો છે. 

રિટેલ મોંઘવારીમાં પણ ઉછાળો આવ્યો હતો

આ અગાઉ માર્ચ મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.95 ટકા રહ્યો હતો. રિટેલ મોંઘવારી દરનો આ આંકડો 18 મહિનાની ટોચ પર છે. રિટેલ મોંઘવારી દર 6.95 ટકા પર જઈ પહોંચ્યો છે. જે આરબીઆઈના મોંઘવારી દર માટે નક્કી કરેલા અપર લિમિટથી 6 ટકા વધારે છે. એનએસઓના ડેટા અનુસાર શહેરી વિસ્તારમાં મોંઘવારી દર જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ