બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ટેક અને ઓટો / Worlds most expensive mobile phones and its design

OMG / દુનિયાના 5 સૌથી મોંઘા ફોન, એકની કિંમત તો છે 40,34,21,545 રૂ, જાણો શું છે ખાસિયતો

Vaidehi

Last Updated: 06:06 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને લાગે છે કે એપલ આઈફોન 15 સીરીઝનાં મોબાઈલ દુનિયાનાં સૌથી મોંઘા ફોન છે તો તમે ખોટા છો. દુનિયામાં કરોડો રૂપિયાનાં સૌથી મોંઘા ફોન બને છે અને વેંચાય પણ છે.

  • દુનિયામાં બની રહ્યાં છે મોંઘામાં મોંઘા ફોન
  • સોનાં અને હીરા જડેલા ફોનની કિંમત કરોડોમાં
  • ડિઝાઈન જોઈને ચોંકી જશો

તમને કદાચ લાગતું હશે કે એપલ સીરીઝનાં ફોન અથવા તો કોઈ અન્ય બ્રાંડનાં ફોન સૌથી મોંઘા આવે છે. પણ ના..દુનિયામાં એવા પણ અનેક કસ્ટમાઈઝ્ડ મોબાઈલ ફોન ઉપલબ્ધ છે જેની કિંમત કરોડોને પાર કરી જાય છે.  આ તમામ લિમિટેડ એડિશન ફોન હોય છે. તેના કેટલાક યૂનિટ્સ જ બજારમાં ઊતરે છે. આ ફોનની કિંમત એટલા માટે કરોડોમાં હોય છે કારણકે તેમાં દુનિયાનાં મોંઘા-મોંઘા રત્નો જડેલા હોય છે.

Falcon Supernova iPhone 6 Pink Diamond, photo credit nech200

ફોલ્કન સુપરનોવા આઈફોન 6
ફોલ્કન સુપરનોવા આઈફોન 6 પિંક ડાયમંડ દુનિયાનો સૌથી મોંઘો ફોન છે. વર્ષ 2004માં આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ iPhone 6 જ છે. પણ તેને કસ્ટમાઈઝ  કરીને નવો રૂપ દેવામાં આવ્યો છે. તેના એક્સટીરિયર 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ વર્ઝનમાં પણ આવ્યો હતો. તેના રિયર પેનલમાં લાગેલ મોટો રોઝ ડાયમંડથી બનેલો છે. તેની કિંમત 403421545 રૂપિયા છે.

iPhone 4S Elite Gold, photo credit: Sheriff_Joker

iphone 4s એલિટ ગોલ્ડ
ડિઝાઈનર સ્ટૂઅર્ટે એક આઈફોન 3માં એટલી કિંમતી ચીજો લગાડી દીધી કે આઈફોન 4s elite gold દુનિયાનો બીજો સૌથી મોંઘો ફોન બની ગયો. હાથથી બનાવેલ આ ફોનમાં 500 ડાયમંડ લાગેલા છે. ફોનનાં રિયર પેનલ પર એપલનો લોકો 24 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે. લોગો પર 53 હીરા જડેલા છે. હોમ બટન પર 7.6 કેરેટનાં હીરા છે. તેની કિંમત 77 કરોડ રૂપિયા છે.

iPhone 4 ડાયમંડ રોઝ એડિશન
આ ફોનને પણ સ્ટૂઅર્ટ યૂઝે બનાવ્યું છે. તેને 18 કેરેટનાં વ્હાઈટ અને રોઝ ગોલ્ડથી બનાવવામાં આવ્યું છે. તેના પર 138 હીરા જડેલા છે. તેના પર બનેલ હોમ બટન 6.6 કેરેટનાં ડાયમંડથી બનેલ છે જે તેને વધારે મોંઘો બનાવે છે. તેની કિંમત 66 કરોડ રૂપિયા છે.

ગોલ્ડ સ્ટ્રાઈકર આઈફોન 3 GS સુપ્રીમ
આ ફોન પણ ઘણો મોંઘો ફોન છે. તે દેખાવમાં તો આઈફોન 3જી કિંગ્સ બટન જેવું લાગે છે. તેને પણ સ્ટૂઅર્ટ યૂઝે ડિઝાઈન કર્યું હતું. 22 કેરેટ ગોલ્ડથી બનેલ આ ફોનની કિનારીઓ પર 136 હીરા જડેલા છે. સાથે જ એપલ લોગો બનાવવા માટે વધારાનાં 53 હીરા લગાડવામાં આવ્યાં છે. તેની કિંમત 26 કરોડ રૂપિયા છે. 

Goldvish le million, photo credit @Kalinga1961

ગોલ્ડવિશ લે મિલિયન
ગોલ્ડવિશ લે મિલિયન ફોનને લક્ઝરી બ્રાંડ ગોલ્ડવિશે બનાવ્યું હતું. ઘરેણાં અને ઘડિયાલનાં ડિઝાઈનર ઈમેનુએલ ગુએટે આ ફોન ડિઝાઈન કર્યું હતું. તેની બોડી 18 કેરેટની વાઈટ ગોલ્ડ, 120 કેરેટની વીવીએસ-1 ગ્રેડનાં હીરા દ્વારા બનાવવામાં આવી છે. તેવા માત્ર 3 ફોન બનાવવામાં આવ્યાં છે. કિંમત 10 કરોડ રૂપિયા હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ