બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભયાનક પૂરથી 15 બાળકો સહિત 50 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

આફત / ભયાનક પૂરથી 15 બાળકો સહિત 50 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

Nidhi Panchal

Last Updated: 12:39 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેક્સાસ રાજ્યના કેર કાઉન્ટીમાં પૂરથી મૃત્યુઆંક 50 થઈ ગયો છે, જેમાં 15 બાળકોનો પણ સમાવેશ થાય છે. 20થી વધુ બાળકો ગુમ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટના પર PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

અમેરિકાના ટેક્સાસ રાજ્યના કેર કાઉન્ટીમાં આવેલ એક ભયાનક પૂરએ ભયાનક તબાહી મચાવી છે. ગુઆડાલુપ નદીના કિનારે આવેલા મિસ્ટિક નામના ખાનગી ખ્રિસ્તી સમર કેમ્પમાં રહેતા બાળકો સહિત, કુલ 50 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 15 બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી અનુસાર, હજુ સુધી આશરે 20થી વધુ બાળકો ગુમ છે. આ સમર કેમ્પમાં કુલ 750 બાળકો હાજર હતા. રેસ્ક્યુ ટીમો – જેમાં 14 હેલિકોપ્ટર, 12 ડ્રોન અને 500થી વધુ સેનાઓ જોડાયા છે – ગુમ થયેલા બાળકો અને અન્ય લોકોને શોધવાનું કામ સતત કરી રહી છે.

સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે), રાષ્ટ્રીય હવામાન સેવાને અચાનક પૂરની ચેતવણી જાહેર કરી હતી. કેમ્પ અને આસપાસના રહેવાસીઓના મોબાઇલમાં કટોકટી સંદેશા મોકલવામાં આવ્યા હતા. સેવાએ એવી પણ ચેતવણી આપી હતી કે ગુઆડાલુપે નદીમાં પાણીનો બીજો મોટો મોજો આગળ વધી રહ્યો છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.

રિપોર્ટ શું કહે છે?

રિપોર્ટ અનુસાર, રાતોરાત નદીમાં પાણીનું સ્તર 7.5 ફૂટ વધીને લગભગ 30 ફૂટ થયું હતું. નદીના તેજ વહેણમાં કારો, કેમ્પર્સ અને મોબાઇલ ઘરો તણાઈ ગયા હતા – જેના વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. કેર કાઉન્ટીના શેરિફ લેરી લીથાએ જણાવ્યું કે ઘણા લોકો હજુ પણ ગુમ છે અને દુઃખદ વાત એ છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કેરવિલેના સિટી મેનેજરએ જણાવ્યું કે ટીમો હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહી છે અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે.

ઘટનાની ગંભીરતા વ્યક્ત કરી

ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઘટનાની ગંભીરતા વ્યક્ત કરી હતી. રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે રાજ્યના તમામ સંસાધનો રેસ્ક્યુ માટે વાપરવામાં આવી રહ્યા છે અને હાલ તાત્કાલિક જીવન બચાવવી તેમની મુખ્ય પ્રાથમિકતા છે. અત્યાર સુધીમાં મધ્ય ટેક્સાસમાં 5 લાખથી વધુ લોકોને પૂરની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : બ્રિક્સ સમિટમાં લાંબા સમય બાદ થશે આવું, ભારત અને બ્રાઝિલ માટે મોટી તક

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં બાળકોએ જીવ ગુમાવ્યા તે સાંભળીને અત્યંત દુઃખ થયું છે. તેમણે અમેરિકન સરકાર અને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

summer camp tragedy Guadalupe river Texas flood
Nidhi Panchal
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ