બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / world most expensive ferrari car price rs 430 crore

ઓટો / 60 વર્ષ જૂની કાર 430 કરોડમાં વેચાઈ, પણ ન તોડી શકી આ વિંટેજ કારની કિમંતનો રેકોર્ડ, બંને ગાડીના નામ જ કાફી છે

Dinesh

Last Updated: 10:42 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ferrari 250 GTO Car: હરાજી પહેલા એવી ધારણા હતી કે આ 60 વર્ષથી વધુ જૂની Ferrari 250 GTO દુનિયાની સૌથી મોંઘી કાર બની શકે છે. પરંતુ એવું થયું નહીં તે વિશ્વની બીજી સૌથી મોંઘી કાર બની ગઈ છે

  • દુનિયાની સૌથી મોંઘી બીજા નંબરની કાર
  • Ferrari 250 GTO દુનિયાની સૌથી મોંઘી કારમાંની એક
  • હરાજીમાં 51.7 મિલિયન ડોલરમાં વેચાઈ


જ્યારે તમે ઝડપી અને મોંઘી સ્પોર્ટ્સ કાર વિશે વાત કરો છો ત્યારે મોટાભાગના લોકોના મગજમાં પહેલું નામ આવે છે તે છે Ferrari. જો કે તમામ ફેરારી પણ ખાસ હોય છે, પરંતુ કેટલીક ફેરારી કાર દુર્લભ થઈ ગઈ છે. જેણે ઈતિહાસમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. આ જ પ્રકારનું મોડલ હવે હરાજીમાં 51.7 મિલિયન ડોલર એટલે કે 430 કરોડ રૂપિયાથી વધુમાં વેચવામાં આવ્યું છે. જે વિશ્વની સૌથી મોંઘી ફેરારી કાર બની ગઈ છે. આ 1962ની ફેરારી 250 જીટીઓ છે.

દુનિયાની સૌથી મોંઘી કાર ન બની શકી
હરાજી પહેલા એવી ધારણા હતી કે આ 60 વર્ષથી વધુ જૂની Ferrari 250 GTO દુનિયાની સૌથી મોંઘી કાર બની શકે છે. પરંતુ એવું થયું નહીં તે વિશ્વની બીજી સૌથી મોંઘી કાર બની ગઈ છે કારણ કે પ્રથમ સ્થાને મર્સિડીઝ 300 SLR Uhlenhaupt Coupe છે. જે હરાજીમાં 143 મિલિયન ડોલર એટલે કે રૂ. 1000 કરોડથી વધુમાં વેચાઈ હતી. નોંધનીય છે કે ફેરારી 250 જીટીઓ જેની હરાજી કરવામાં આવી હતી તેમાં મૂળ 4.0-લિટર V12 એન્જિન હતું. જો કે હવે હરાજીમાં તેને કોણે ખરીદ્યો છે તેની કોઈ માહિતી નથી. તેની હરાજી સોમવારે ન્યૂયોર્કમાં થઈ હતી.

શા માટે 1962 ફેરારી 250 જીટીઓ આટલું ખાસ છે?
તમને જણાવી દઈએ કે 1962માં આ કાર જર્મન Nürburgring Nordschleife સર્કિટ પર 1,000 કિમીની રેસમાં બીજા ક્રમે રહી હતી. તે જ વર્ષે લે મેન્સ 24 કલાકમાં પણ ભાગ લેવાનો હતો પરંતુ તે થઈ શક્યો નહીં. એન્જિન ફેલ થવાને કારણે ટીમને પીછેહઠ કરવી પડી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ