બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 ticket sale starts on 25 august india vs pakistan to be available from 3 september

ક્રિકેટ / વર્લ્ડ કપ 2023માં ટિકિટનું વેચાણ ક્યારે થશે શરૂ? ICCએ કરી દીધું જાહેર, જોઈ લેજો તારીખ અને મોકો ચૂકી ન જતાં

Dinesh

Last Updated: 10:39 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

world cup 2023 : ICC આ મહિનાની 25 તારીખથી વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ શરૂ કરી રહ્યું છે, ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા નોંધણી કરાવવી પડશે

  • 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થશે
  • વર્લ્ડ કપની ટિકિટોનું વેચાણ અનેક તબક્કામાં થશે
  • ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા નોંધણી કરાવવી પડશે

world cup 2023 : વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. પરંતુ આ ટુર્નામેન્ટની ટિકિટો ક્યારે વેચાવાની શરૂ થવાની છે તે જાણવા લોકો ખૂબ જ ઉત્સુક છે. હવે ક્રિકેટપ્રેમીઓની તે ઉત્સુકતાનો પણ અંત આવી ગયો છે.  ICC આ મહિનાની 25 તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ કરી રહ્યું છે. ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા નોંધણી કરાવવી પડશે. નોંધણીની તારીખ 15મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વર્લ્ડ કપની ટિકિટ માટે ક્રિકેટ પ્રેમીઓને ICC દ્વારા જારી કરવામાં આવેલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એક વિગતો મુજબ ક્રિકેટ ચાહકોને લગભગ 500થી 10,000 રૂપિયા સુધી ટિકિટ માટે ખર્ચવા પડશે

Tag | VTV Gujarati

વર્લ્ડ કપની ટિકિટોનું વેચાણ અનેક તબક્કામાં થવાનું છે, જેની તારીખ આ પ્રમાણે છે

  • 25 ઓગસ્ટ: વોર્મઅપ મેચો અને બાકીની મેચો (ભારતીય ટીમની મેચ સિવાય)
  • 30 ઓગસ્ટ: ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતીય ટીમની મેચ માટે
  • 31 ઓગસ્ટ: રાજધાની દિલ્હી, ચેન્નાઈ અને પૂણેમાં ભારતીય ટીમની મેચ માટે
  • 1 સપ્ટેમ્બર: મુંબઈ, ધર્મશાલા અને લખનૌમાં ભારતીય ટીમની મેચ માટે
  • 2 સપ્ટેમ્બર: બેંગલુરુ અને કોલકાતામાં ભારતીય ટીમની મેચ માટે
  • 3 સપ્ટેમ્બર: અમદાવાદમાં ભારતીય ટીમની મેચ માટે.
  • સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ 15 સપ્ટેમ્બરના રોજ વેચાશે

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થશે
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

એક દિવસ પહેલા થશે મેચ

  • ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ 15 ઑક્ટોબરની જગ્યાએ 24 કલાક પહેલાં એટલે કે 14 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. જો કે આ મેચનું સ્થળ બદલાયું નથી. 
  • બીજી તરફ દિલ્હીમાં અફગાનિસ્તાનની સામે ઈંગ્લેંડની મેચ શનિવાર 14 ઑક્ટોબરથી બદલીને 15 ઑક્ટોબરનાં દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે.
  • હૈદ્રાબાદમાં શ્રીલંકાની સામે પાકિસ્તાનની મેચ ગુરુવારે 12 ઑક્ટોબરની જગ્યાઓએ 10 ઑક્ટોબરનાં રોજ આયોજિત કરવામાં આવી છે. 
  • લખનઉમાં દક્ષિણ આફ્રીકા-ઑસ્ટ્રેલિયાની મેચ 13 ઑક્ટોબરની જગ્યાએ 12 ઑક્ટોબરનાં રમવામાં આવશે. જો કે આ તમામ મેચોનાં વેન્યૂમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • બાંગ્લાદેશની સામે ન્યૂઝીલેન્ડની મેચ મૂળરૂપે 14 ઑક્ટોબરનાં થવાની હતી તેની જગ્યાએ હવે 13 ઑક્ટોબરનાં ડે-નાઈટ મેચનાં રૂપે રમાશે.
  • ઈંગ્લેંડ-બાંગ્લાદેશની વચ્ચેની મેચ 10 ઑક્ટોબરનાં જ રમાશે પરંતુ તે ડે મેચ રહેશે. સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

લીગ ચરણનાં અંતની મેચોમાં ફેરફાર

  • રવિવારે 12 નવેમ્બરનાં ડબલ-હેડર મેચોને 11 નવેમ્બરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. તેવામાં પુણેમાં ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાનની મેચ સવારે 10.30 વાગ્યે અને કોલકત્તામાં ઈંગ્લેંડ સામે પાકિસ્તાનની મેચ બપોરે 2.00 વાગે 11 નવેમ્બરનાં રોજ રમવામાં આવશે.
  • ભારત અને નેધરલેંડની મેચને 11ની જગ્યાએ 12 નવેમ્બરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ