બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final IND VS AUS australia quinton De Kock ODI Career Comes To An End

ક્રિકેટ / સુપરસ્ટાર ક્રિકેટરનો સંન્યાસ: સેમીફાઇનલમાં હાર સાથે આ ખેલાડીની વનડેમાંથી દુ:ખદ વિદાય, ફેન્સ થયા ભાવુક

Arohi

Last Updated: 12:07 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final IND VS AUS: ક્વિંટન ડી કૉકે વનડે કરિયરમાં 155 મેચ રમી છે. જેમાં તેમણે 45.74ની સરેરાશથી 6770 રન બનાવ્યા છે. ક્વિંટન ડી કૉકે પોતાના વનડે કરિયરમાં 21 સેન્ચુરી અને 30 હાફ સેન્ચુરી મારી છે.

  • સેમીફાઈનલમાં હાર બાદ આ ખેલાડીનું સંન્યાસ 
  • આ સુપરસ્ટાર ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત 
  • વનડે કરિયર પૂર્ણ થતા ફેંસ થયા ભાવુક 

કલકત્તાના ઈડન ગાર્ડનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે આઈસીસી વનડે વિશ્વ કપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ રમી હતી અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી જીત મેળવી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રીકાએ 212 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 213 રનોનું લક્ષ્ય આપ્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ રહેતા જ આ લક્ષ્યને મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયા આ જીતની સાથે જ ટૂર્નામેન્ટના ફાઈનલમાં  પહોંચી ગઈ છે અને હવે તેનો સામનો ભારત સાથે થશે. આઈસીસ વનડે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન 
દક્ષિણ આફ્રીકાએ લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે આ અવસર પર 300થી વધારે સ્કોર ઉભો કર્યો હતો. ટીમની બેટિંગ શાનદાર રહી હતી પરંતુ સેમીફાઈનલ મેચમાં તેમની બેટિંગ થોડી કમજોર રહી હતી. દક્ષિણ આફ્રીકાની પાસે ચોકર્સનો ટેગ હટાવવાનો સારો મોકો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

પરંતુ ટીમ તે ટેગ ન હટાવી શકી અને પાંચમી વખતે આઈસીસી વનડે વિશ્વ કપના સેમીફાઈનલમાં હારી ગઈ. આ હારની સાથે જ દક્ષિણ આફ્રીકાના વિશ્વ કપ 2023માં સફળ સમાપ્તી કરી અને ક્વિંટન ડી કૉકે પણ સન્યાંસ લીધો. 

ક્વિંટન ડી કૉકનો સન્યાંસ 
દક્ષિણ આફ્રીકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડી કૉકે વિશ્વ કપની શરૂઆત પહેલા જ વનડે ફોર્મેટથી પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રીકાએ જે સમયે ભારતમાં રમાતા વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી તે સમયે ક્વિંટન ડી કૉકના વનડે ક્રિકેટથી સંન્યાસની પણ ખબર આવી હતી. ક્વિંટન ડી કૉક સ્પષ્ટ કહી દીધુ હતું કે ભારતમાં થવા જઈ રહેલા વનડે વિશ્વ કપ વખતે વનડે કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

ક્વિંટન ડી કૉકે આઈસીસી વનડે વિશ્વ કપમાં લીગ સ્ટેજમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ક્વિંટન ડી કૉક દક્ષિણ આફ્રીકા માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન હતા. ક્વિંટન ડી કૉકે 10 ઈનિંગમાં 59.40ની સરેરાશથી 594 રન બનાવ્યા. ક્વિંટન ડી કૉકએ 4 સેન્ચુરી મારી, ક્વિંટન ડી કૉકનો હાઈએન્ટ સ્કોર 174 રન હતો, ક્વિંટન ડી કૉકએ ટૂર્નામેન્ટમાં 57 ચોગ્ગા અને 21 છગ્ગા લગાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ