બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Woman beaten by father-in-law for keeping phone

ક્રાઈમ / અમદાવાદના વહુને મોબાઈલની સજા, સસરાએ ઝૂડીને અધમુઈ કરી, બચવા ફ્લોર પરથી જંપ માર્યો

Hiralal

Last Updated: 10:35 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાણીપમાં સસરાએ તેની વહુને એટલો માર માર્યો કે તે સહન ન થતાં તે પહેલા ફ્લોરની બારીમાંથી કૂદી પડી હતી.

  • અમદાવાદના રાણીપની મહિલાને સસરાએ સખત માર માર્યો
  • ના પાડતાં છતાંય રાખ્યો હતો મોબાઈલ
  • સસરાનો માર સહન ન થતાં વહુ પહેલા માળેથી કૂદી પડી 

મોબાઈલના જમાનામાં મોબાઈલ રાખવાની સજા, સાંભળીને આંચકો લાગે તેવું છે પરંતુ સાચું છે. અમદાવાદના રાણીપમાં બનેલી એક ઘટનામાં મોબાઈલ રાખવાની ના પાડી હોવા છતાં પણ રાખતાં સસરાએ તેની વહુને સખત માર માર્યો હતો અને સસરાનો માર સહન ન થતાં વહુને પહેલા માળેથી કૂદી જવાની ફરજ પડી હતી. રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. 

સસરાએ વહુને મોબાઈલ વાપરવા દેવાની ના પાડી 
રાણીપની 28 વર્ષીય મહિલાએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના સસરાએ મોબાઇલ રાખવા બાબતે તેના પર હુમલો કર્યો હતો. રાણીપના બલોલનગરની રહેવાસી વિજુ ભરવાડે રાણીપ પોલીસમાં નોંધાવેલી એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, તે લોકોના ઘરના કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવી રહી છે. તેના સસરા કાળુ ભરવાડ અને દિયર સેધા ભરવાડે તેમના ઘરની મહિલાઓને સેલફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મહિલા કરે છે લોકોના ઘરના કામકાજ 
લગભગ આઠ મહિના પહેલા તેના એમ્પ્લોયરે તેને એક ફોન આપ્યો હતો. તેણે પોતાના સસરા અને દિયરથી સેલફોન સંતાડી દીધો હતો. 25 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જતા પહેલા તેણે ફોન કબાટમાં રાખ્યો હતો. જ્યારે તે પાછી ફરી ત્યારે તેણે જોયું કે તેનો ફોન ચોરાઈ ગયો હતો. તેણે તેના એમ્પ્લોયરને આ વિશે જણાવ્યું, જેણે તેના નંબર પર ફોન કર્યો અને તેના દિયરે ફોન રિસીવ કર્યો. આ પછી વિજુ તેના ઘેર ગઈ અને સાસુ-સસરાને આ બાબતે પૂછતાં નારાજ થયેલા સસરાએ તેને ખૂબ માર માર્યો હતો. સસરાના મારથી બચવા મહિલાએ પહેલા ફ્લોર પરથી જંપ માર્યો હતો. 

રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

સસરાના મારનો ભોગ બનેલી મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં સસરા અને દિયર સામે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ