બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / "Wish I Had Lived In Such A House...": PM Breaks Down At Maharashtra Event

મહારાષ્ટ્ર / VIDEO : 'ઘરમાં રહેતો હોત તો'...બાળપણને યાદ કરતાં રડી પડ્યાં PM મોદી, દેશના સૌથી મોટા 'સમાજ'નું લોકાર્પણ

Hiralal

Last Updated: 04:52 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ આવાસોના લોકાર્પણમાં પીએમ મોદી બાળપણનો કિસ્સો યાદ કરતાં રડી પડ્યાં હતા.

  • મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ આવાસોના લોકાર્પણમાં પીએમ મોદી રડી પડ્યાં
  • જવાનીમાં આવા જ ઘરમાં રહેવાની ઈચ્છા હતી
  • સોલાપુરમાં  દેશના સૌથી મોટા 'સમાજ'નું લોકાર્પણ કર્યું 

વારે-તહેવારે કે ભાષણમાં પીએમ મોદી ભાવુક થઈ જતા હોય છે અને રડી પડતા હોય છે. ફરી એક વાર પીએમ મોદીએ પોતાના ભાષણમાં રડતાં જોવા મળ્યાં હતા. PM મોદી આજે મહારાષ્ટ્રમાં વિશાળ હાઉસિંગ સોસાયટી પ્રોજેક્ટ વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જવાનીમાં મારી પણ ઈચ્છા હતી કે હું પણ આવા ઘરમાં રહું. જ્યારે લોકોનાં સપનાં સાકાર થાય છે ત્યારે ખુશી મળે છે. તેમના આશીર્વાદ એ મારી સૌથી મોટી સંપત્તિ છે. આટલું બોલતાં પીએમ મોદી આંસુ રોકતા જોવા મળ્યાં હતા.

ભગવાન રામના સિદ્ધાંતોથી ચાલી રહી છે અમારી સરકાર 
પીએમ મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર ભગવાન રામના પ્રામાણિકતાવાળા શાસનના સિદ્ધાંતોથી પ્રેરિત છે, તેમણે લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ" પ્રગટાવવા વિનંતી કરી હતી.  સશક્તિકરણ માટે અમે નક્કી કરેલા તમામ લક્ષ્યોને પૂર્ણ કરી રહ્યા છીએ. મોદીની ગેરંટીનો અર્થ થાય છે 'ગેરંટી પુરી હોને કી ગેરંટી'. ભગવાન રામે અમને આપેલા વચનોનું સન્માન કરવાનું શીખવ્યું છે. 

22 જાન્યુઆરીએ અયોધ્યા ન જતાં, ઘેર જ દિવાળી મનાવજો
પીએમ મોદીએ જનતાને આગ્રહ કર્યો હતો કે તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યા ન જાય અને તેના બદલે પોતાના ઘરમાં દીવા પ્રગટાવીને દિવાળીની જેમ દિવસની ઉજવણી કરે. 

શું હતો કાર્યક્રમ 
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000 આવાસો અને સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના 15,000 મકાનોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રોજેક્ટને "પીએમ આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલો દેશનો સૌથી મોટો સમાજ" ગણાવ્યો હતો. સોલાપુર પ્રોજેક્ટના લાભાર્થીઓમાં હાથવણાટના હજારો કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો અને ડ્રાઇવરોનો સમાવેશ થતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ