ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Will Not Get Threatened Says Wrestler Babita Phogat Over Tablighi Jamaat Comment

નિવેદન / જમાત પરના ટ્વીટના લઇને બબીતાએ કહ્યુ કે, 'સાંભળી લો, હું કોઇનાથી ડરતી નથી'

Published By: Juhi

Last Updated: 06:18 PM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંક્રમિતના મોટાભાગના મામલામાં જવાબદાર માનવામાં આવી રહેલા તબલીગી જમાત પર ભારતની પહેલવાર બબીતા ફોગાટે ટ્વીટ કર્યુ હતુ. બબીતાએ હવે પોતાના ટ્વીટનો બચાવ કર્યો છે. શુક્રવારે એટલે કે આજે તેણે એક વીડિયો શૅર કરીને વિરોધ કરી રહેલા લોકોને કહ્યુ છે કે ''તે ઝાયરા વીસમ નથી અને કોઇને ધમકી ડરતી પણ નથી.''

ADVERTISEMENT

  • તબલીગી જમાત પર ટ્વીટ કર્યા પછી વિવાદોમાં હતી બબીતા
  • પહેલવાન બજરંગ પૂનિયા અને બહેન ગીતાએ કર્યુ સમર્થન 
  • વીડિયો ટ્વીટ પર બબીતાએ કહ્યુ કે, ધમતી આપનારાને જવાબ
  • બબીતાએ કહ્યુ કે, તેઓ દેશ માટે લડે છે અને હંમેશા સાચું જ કહે છે

બબીતા ફોગાટે એક ટ્વીટમાં જમાતીઓને જાહિલ કહ્યા હતા. આ પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. રેસલર બજરંગ પુનિયા બબીતાના બચાવમાં આવ્યો હતો. તેણે ટ્રોલર્સને પૂછ્યું કે, "ખેલાડીઓ દેશ માટે દરરોજ સંઘર્ષ કરે છે, પરંતુ તમે શુ કરો છો?" દિલ્હીની મરકજ મસ્જિદમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મરકજમાં 2 એપ્રિલે 400 સંક્રમિત જમાતીઓ મળ્યા હતા. 

 

બબીતાએ આ પછી એક વીડિયો મેસેજની મદદથી કહ્યુ કે, ''ગત થોડા દિવસોમાં મેં કેટલાક ટ્વીટ પોસ્ટ કર્યા છે, જે પછી તેણે સતત ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે, ધમકી આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને પણ ધમકી આપી રહ્યા છે. હું તેમણે કહેવા માંગું છું કે, હું ઝાયરા વસીમ નથી, કે ધમકીઓથી ડરી જવું. હું દેશ માટે લડી છું અને મારા ટ્વીટ પર પણ કાયમ છું. જે મેં લખ્યુ છે તે ખોટું નથી.''

આ વીડિયો શૅર કરતા તેણે લખ્યુ કે, ''જો તમે બબીતા ફોગાટને સપોર્ટ કરો છો તો તે આ વાત જરૂરથી તેમણે પહોંચાડી દેજો અને તેમણે કહેજો કે ધ્યાનથી કાન ખોલીને સાંભળી લે.'' 

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બબીતા ફોગાટે લખ્યુ હતુ કે, ''કોરોના વાયરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે. જમાતી હજુ પણ કોઇ નંબર પહેલા પર જ છે'' અને આ સાથે જ બબીતાના આ ટ્વીટ પર સતત લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોણ છે ઝાયરા વસીમ

કશ્મીરી મૂળ એક્ટ્રેસ ઝાયરા વસીમે 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે અચાનક તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યુ હતુ કે, ''એક્ટિંગમાં આવવાથી તેની જિંદગી બદલાઇ ગઇ. પૈસા અને લોકોનો પ્રેમ મળ્યો. જોકે આ બધુ તેણે નથી જોઇતું. ભલે અહીંયા ફિટ થવા છતાં અહીંયાની નથી.'' જોકે કહેવાઇ રહ્યુ છે કે, ધાર્મિક કારણસરને તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો જે પછી ઝાયરાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Babita Phogat India Social Media covid 19 viral Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ