બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Will Hardik Patel leave the Congress party?

રાજ'કારણ' / આ કારણોએ આપ્યા સંકેત કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે, કાર્યકારી અધ્યક્ષને હવે કામચલાઉ કારોભાર નથી પસંદ?

Vishnu

Last Updated: 08:55 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે.'

  • હાર્દિક પટેલ કેમ છોડી શકે છે કોંગ્રેસ? 
  • જાણો કોંગ્રેસ છોડવાના સૌથી મોટા સાંકેતિક કારણો 
  • નરેશ પટેલને હાથો બનાવી ખુદના પક્ષ પર જ વાર! 

ગુજરાતની રાજનીતિમાં પક્ષપલટાના સૌથી મોટા ધડાકા થઈ રહ્યા છે.તેવામાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે. બે દિવસથી કોંગ્રેસ પર આગની જેમ એક પછી એક વાર કરતા હાર્દિકે હવે કોંગ્રેસને અલવિદા કહેવાના સંકેત પણ આપી દીધા છે. અને ક્યાં રાજકીય પક્ષમાં જોડાવું છે તે દિશામાં પણ ઈશોરો કર્યો છે. 

નરેશ પટેલને હાથો બનાવી હાર્દિક પટેલે રોષ ઠાલવવાનું શરૂ કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકીય પક્ષોમાંથી મોટા ધડાકા સંભળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં તો જાણે સંન્નાટો છવાઈ ગયો છે.હજૂ નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પણ નથી થઈ.ત્યાં હાર્દિક પટેલ નરેશ પટેલને હાથો બનાવી. કોંગ્રેસને અલવિદા કરવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં હવે પીટીઆઈ સાથે વાત કરતા હાર્દિક પટેલે સૌથી મોટા સંકેત આપ્યા છે.અને તેણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છેકે, કોંગ્રેસમાં મારી વારંવાર અવગણના થાય છે. અને કોંગ્રેસના નેતાઓ ઈચ્છેછે કે, હું કોંગ્રેસ છોડી દઉં

આ કારણોએ આપ્યા સંકેત કે હાર્દિક કોંગ્રેસ છોડશે?
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શા માટે જઈ શકે છે..? તેવા સવાલો દરેક વ્યક્તિને થતા હશે.તો આપને જણાવી દઈએ કે, સૌથી પહેલા તો હાર્દિક પર ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો સ્ટે મળતા જ ચૂંટણી લડવાનું મોકળું મેદાન મળી ગયું છે.બીજી તરફ ભાજપ સરકાર પણ પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારીમાં છે.પરંતુ હાર્દિકના આક્ષેપ પ્રમાણે, કોંગ્રેસ ગોળ ગોળ વાતો કરી પાટીદારોનું અપમાન કરી રહી છે. 2017માં કોંગ્રેને પાટીદાર આંદોલનકારી નેતાઓના કારણે ફાયદો થયો હતો. પરંતુ 2019 પછી કોંગ્રેસે મારો અને પાસના નેતાઓનો ઉપયોગ ન કર્યો.જાહેર મંચો પર હવે પાટીદાર નેતાઓને સ્થાન નથી અપાતું.અને સારા નિર્ણયોમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ મારી ગણના ન થઈ હોવાના હાર્દિકે આક્ષેપો લગાવ્યા છે.આ તમામ પ્રકારના શબ્દો જ દર્શાવે છેકે, હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાંથી ટૂંક સમયમાં વિદાય લેશે.જોકે કોંગ્રેસ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જશે કે, ભાજપમાં તે સ્પષ્ટ નથી પરંતુ સૂત્રોના મતે હાર્દિક જે ભાજપ પર અત્યાર સુધી મા]લા ધોતો આવ્યો છે.તે જ ભાજપમાં જોડાઈ શકે છે

રહેવું છે કોંગ્રેસમાં તો નારાજગી ખુલ્લેઆમ કેમ?
હાર્દિક પટેલે આજે મોડી સાંજે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા આપણી પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતાગીરીનો મતલબ શું! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. પદના નહીં પણ કામના ભૂખ્યા છીએ.

2 દિવસ પહેલા હાર્દિક પટેલે PM નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં યોજાયેલા પાટીદારોના ધાર્મિક કાર્યક્રમના ટ્વીટને રી ટ્વિટ કર્યું હતું બાદમાં ડિલીટ કર્યું હતું. હાર્દિક પટેલ જો કોંગ્રેસ છોડે તો તેના પાસે 2 વિકલ્પ છે કે યા તો તે ભાજપમાં જોડાય અને કાં તો AAPમાં. આ વાત પણ એક મોટો સંકેત આપી રહી છે રાજકારણમાં કોઈ પણ વસ્તુ અચાનક નથી થતું બંધુ જ પહેલાથી પ્લાન મુજબ નિશ્ચિત હોય છે. હાર્દિક પટેલના સતત 3 દિવસથી ગુજરાત કોંગ્રેસના નેતાઑને નારાજગી દર્શાવી ચેતવી રહ્યો છે. તેણે એ પણ ફરિયાદ કરી છે કે રાહુલગાંધીને અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ નિવેડો આવ્યો નથી. હાઈલેવલ પણ રજૂઆત સાંભળતું તેનો સીધો મતલબ એ પણ થાય છે કે હજુ પણ હાર્દિકનો પનો ટુંકો છે. હાલ હાર્દિક ચૂંટણી પહેલા રાજકિય પીચ તૈયાર કરતો હોય તેવુ લાગી રહ્યું છે. 

  1. હાર્દિક પટેલ પર ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે
  2. સુપ્રીમ કોર્ટનો સ્ટે મળતા ચૂંટણી લડવા મળી ગયું મોકળૂ મેદાન
  3. ભાજપ પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારીમાં
  4. પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકિય પ્રવેશ પર વધુ પડતો ઝુકાવ
  5. કોંગ્રેસ ગોળ-ગોળ વાતો કરી પાટીદારોનું અપમાન કરી રહી હોવાના આક્ષેપ   
  6. 2017માં કોંગ્રેને પાટીદાર આંદોલનકારી નેતાઓના ફાયદો થયાનો દાવો   
  7. 2019 પછી કોંગ્રેસે મારો અને પાસના નેતાઓનો ઉપયોગ ન કર્યાના આક્ષેપ   
  8. જાહેર મંચો પર હવે પાટીદાર નેતાઓને સ્થાન ન મળતું હોવાનો દાવો   
  9. સારા નિર્ણયોમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી ગણના ન નથી હોવાના આક્ષેપ   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ