બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / wife insistence to live separately from husband family is cruelty rules high court

ચુકાદો / પતિને પરિવારથી અલગ પાડવાની પત્નીની જિદ માનસિક ક્રૂરતા ગણાશે, મળી શકે છુટાછેડા- HC

Hiralal

Last Updated: 04:12 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસમાં મહત્વપૂર્ણ ટીપ્પણી કરતાં કહ્યું કે પરિવારથી અલગ રહેવાની પત્નીની જિદ પતિ પ્રત્યે ક્રૂરતા છે.

  • ઘરેલુ હિંસા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો 
  • પરિવારથી અલગ રહેવાની પત્નીની જિદને માનસિક ક્રૂરતા ગણાવી
  • પતિના છૂટાછેડા મંજૂર રાખ્યાં 

ઘરેલુ હિંસાના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે કોઈ પણ યોગ્ય કારણ વિના પોતાના સાસરિયાઓથી અલગ રહેવાનો પત્નીનો "સતત આગ્રહ" તેના પતિ માટે "અત્યાચારી" અને ક્રૂર કૃત્ય સમાન છે.  જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ પુત્રનું પરિવારથી અલગ થવું સામાન્ય વાત નથી. સામાન્ય રીતે, કોઈ વ્યાજબી કારણ વિના, તેણીએ ક્યારેય એવો આગ્રહ ન રાખવો જોઈએ કે તેના પતિને પરિવારથી અલગ રાખવો જોઈએ અને તેની સાથે અલગ રહેવું જોઈએ.

પતિને પરિવારથી છૂટો ન પાડી શકાય 
આ કેસમાં પતિએ છૂટાછેડા આપવાનો ઈન્કાર કરતા ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. તેમણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નવિચ્છેદની માંગ કરી હતી, જેમાં પત્ની એક "ઝઘડાખોર મહિલા" હતી, જે તેના સાસરિયાના ઘરના વડીલોને માન આપતી ન હતી અને આગ્રહ રાખતી હતી કે તે (પતિ) તેના માતાપિતાથી અલગ રહે. સામાન્ય રીતે, કોઈ પણ પતિ સહન કરી શકશે નહીં અને તેના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોથી અલગ રહેવાનું પસંદ કરશે નહીં. પ્રતિવાદી પત્ની દ્વારા અપીલ કરનારને પરિવારથી અલગ થવાની ફરજ પાડવાના સતત પ્રયત્નો પતિને ત્રાસ આપવા સમાન છે અને તે ક્રૂરતાનું કૃત્ય માનવામાં આવશે. 

સુપ્રીમ પણ કહી ચૂકી છે  માતા-પિતાથી અલગ રહેવું ઈચ્છનીય સંસ્કૃતિ નથી 
કોર્ટે જણાવ્યું હતું કે, "પ્રતિવાદી (પત્ની) અલગ રહેવાના આગ્રહ માટે કોઈ વાજબી કારણ આપ્યું નથી. એક જ તારણ કાઢી શકાય કે કુટુંબના અન્ય સભ્યોથી અલગ રહેવાનો આગ્રહ એ એમની મરજી હતી અને એનું કોઈ યોગ્ય કારણ પણ નહોતું. આવી સતત જીદ માત્ર ક્રૂરતાનું કૃત્ય કહી શકાય. ખંડપીઠે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, હિન્દુ પુત્ર પત્નીના કહેવાથી માતા-પિતાથી અલગ થાય તે ભારતમાં સામાન્ય પરંપરા કે ઇચ્છનીય સંસ્કૃતિ નથી.

વૃદ્ધ થાય ત્યારે માતાપિતાની સંભાળ પુત્રે રાખવી જોઈએ 
કોર્ટનું કહેવું છે કે પુત્રની નૈતિક અને કાનૂની જવાબદારી છે કે તે વૃદ્ધ થાય ત્યારે તેના માતાપિતાની સંભાળ રાખે અને તેનું ભરણપોષણ કરે અને જો તેની પત્ની સમાજમાં પ્રચલિત રૂઢિગત પ્રથાથી ભટકાવવાનો પ્રયાસ કરે છે, તો તેની પાસે તેના માટે વાજબી કારણ હોવું જોઈએ. "ભારતમાં, લોકો સામાન્ય રીતે પશ્ચિમી વિચારધારાને સમર્થન આપતા નથી જ્યાં પુત્ર લગ્ન અથવા પુખ્તવયે પરિવારથી અલગ થઈ જાય છે. સામાન્ય સંજોગોમાં પત્ની લગ્ન બાદ પતિના પરિવારનો હિસ્સો બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ખંડપીઠે છૂટાછેડા આપતી વખતે કહ્યું હતું કે 2007થી બંને પક્ષો વચ્ચે વૈવાહિક સંબંધો નથી અને પત્નીએ નિવેદન આપ્યું હતું કે અપીલ કરનાર સાથે રહેવાનો તેનો કોઈ ઇરાદો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ