બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / Why was there stone pelting on Bajrang Dal's procession in Vadodara?

ધરપકડ / વડોદરામાં ગણપતિ વિસર્જન પર પથ્થરમારો કેમ થયો? પોલીસે જણાવ્યું સાચું કારણ, 30 લોકો સામે ગુનો દાખલ

Vishal Khamar

Last Updated: 06:23 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં મંજુસર ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. વાઘેલા ફળિયા વિસ્તારમાંથી ગણેશ વિસર્જનની યાત્રા પસાર થઈ રહી હતી. તે દરમ્યાન યાત્રા પર પથ્થરમારો કરતા યુવકોનો વીડિયો સામે આવ્યો હતો. આ બાબતે મંજુસર પોલીસે વીડિયોનાં આધારે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

  • વડોદરાનાં મંજૂસર ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણ
  • પથ્થરમારાની ઘટનાઓ બાદ ડીજીપીની પ્રતિક્રિયા 
  • પોલીસે ત્વરિત એકશનમાં કાર્યવાહી કરી છે-DGP

રાજ્યમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓની યાત્રા પર હુમલા કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના મંજુસરમાં પણ ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. વિધર્મીઓ દ્વારા ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારે હિન્દુઓના તહેવાર અને શોભાયાત્રા પર હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અને તે અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કોણ છે કે આ અસામાજિક તત્વો જે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે? શા માટે હિન્દુઓના તહેવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

રાજ્યમા હાલ શાંતિપૂર્ણ માહોલ-DGP
આ બાબતે રાજ્યનાં ડીજીપી વિકાસ સહાયે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં નર્મદા અને વડોદરામાં પથ્થરમારાની ઘટનાં બની છે. જે લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તે લોકોને ઓળખવા માટેની તમામ પ્રક્રિયાઓ બોર્ડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા, વીડિયો ગ્રાફરફીડ પરથી જે અસામાજીક તત્વો છે. તેમની ઓળખ કરી તેમની વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તેમજ હાલ દરેક જગ્યાએ ચુસ્તો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  

આરોપીને ઝડપી લેવા 3 વખત કોમ્બિગ કરાયું-SP 
આ બાબતે એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે,  ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ મંજૂસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મંજૂસર ગામમાં શોભાયાત્રામાં 4 પ્રતિમા નીકળી હતી. શોભાયાત્રામાં ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ આમને-સામને આવ્યા હતા. સામ સામે ઉશ્કેરાઈ જવા પથ્થરમારો કર્યો હતો.  ત્યારે સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા 12 શખ્શો સામે નામજોગ સહિત અન્ય 30 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. તેમજ 5 આરોપીઓ અમારી કસ્ટડીમાં છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા 3 વખત કોમ્બિંગ કરાયું હતું. CCTV   ફૂટેજનાં આધારે આરોપીની શોદખોળ કરાઈ રહી છે. હાલ ગામમાં શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ