બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Why Was Ranbir Kapoor And Bobby Deol's Kissing Scene Removed From Animal Film, Director Explained
Megha
Last Updated: 09:32 AM, 22 December 2023
ADVERTISEMENT
રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ સ્ટારર એનિમલ આ મહિને રિલીઝ થઈ હતી અને ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મને માત્ર દર્શકો તરફથી સારો પ્રતિસાદ જ નથી મળી રહ્યો પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી છે.
ADVERTISEMENT
થોડા દિવસો પહેલા બોબીએ કહ્યું હતું કે ફિલ્મમાં તેનો અને રણબીરનો કિસિંગ સીન હતો, પરંતુ છેલ્લી ક્ષણે તેને હટાવી દેવામાં આવ્યો હતો. બોબીએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે એક આઇકોનિક સીન શૂટ કરવામાં આવ્યો હતો પરંતુ નિર્માતાઓએ તેને અંતિમ કટમાં કાઢી નાખ્યો હતો. હવે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ આ પાછળનું કારણ સમજાવ્યું છે.
રણબીર-બોબીનો કિસીંગ સીન કેમ કટ કર્યો?
સંદીપ કહે છે કે શૂટિંગ વખતે તેને ખૂબ મજા આવી હતી, પરંતુ પછી તેને લાગ્યું કે તેનાથી ઝિપ સીન નબળો પડી જશે. તેણે કહ્યું, મેં આ સીન હટાવી દીધો કારણ કે તે સીન શૂટ કરતી વખતે બોબી સરે આવી એક્સપ્રેશન આપી હતી, તેની આંખોમાંથી અને ગાલ પરથી આંસુ સરી પડ્યા હતા. મને લાગ્યું કે આ કિસિંગ સીન કરતાં પણ મોટો સિનેમેટિક રિસ્પોન્સ છે.
તેણે કહ્યું, ક્લાઈમેક્સમાં બોબીએ રણબીરને ગાલ પર કિસ કરવું પડ્યું અને કહેવું પડ્યું – ભાઈ, મેં પણ મારા પિતા સાથે એક દિવસ વિતાવ્યો નથી. પછી બોબી તેની ઝિપ ખોલે છે. જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ક્લાઈમેક્સ શાનદાર હતો. પરંતુ મને લાગ્યું કે કિસ એંગલ ઝિપ સીનને નબળો કરી રહ્યો છે. એટલા માટે આ સીન કટ કરી નાખ્યો હતો.
એનિમલના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, સેકનિકના રિપોર્ટ અનુસાર, ફિલ્મે બુધવારે 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો રિપોર્ટ અનુસાર ગુરુવારે વશરે 2.5 કરોડની કમાણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.