બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Why should we tolerate such hatred?', from Salman-Akshay to these Bollywood stars come in support of PM Modi

માલદીવ વિવાદ / 'શા માટે આવી નફરત આપણે સહન કરવી જોઈએ?', સલમાન-અક્ષયથી લઇને આ બોલિવુડ સ્ટાર્સ ઉતર્યા PM મોદીના સમર્થનમાં

Megha

Last Updated: 11:24 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને શ્રદ્ધા કપૂર વડાપ્રધાનના સમર્થનમાં સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની પ્રશંસા કરી છે.

  • પીએમ મોદીએ ગયા અઠવાડિયે લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત લીધી હતી. 
  • માલદીવના એક મંત્રીએ વડાપ્રધાન પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.
  • બોલિવૂડ સેલેબ્સ પીએમ મોદીના સમર્થનમાં સામે આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમે તે જગ્યાની સુંદરતા વિશે જણાવ્યું. જે બાદ માલદીવના એક મંત્રીએ આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આના વિરોધમાં બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા અને પીએમ મોદીના સમર્થનમાં પોસ્ટ કરવા લાગ્યા છે. 

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને શ્રદ્ધા કપૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સે નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. આ સાથે લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની તસવીરો પણ શેર કરી છે. ખાસ કરીને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ટ્વિટર પર #ExploreIndianIslands ને સમર્થન આપ્યું છે. સલમાને લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પીએમના કામની પ્રશંસા કરી છે. 

અક્ષય કુમારે લખ્યું, 'માલદીવની અગ્રણી જાહેર હસ્તીઓ દ્વારા ભારતીયો વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત છે કે જે દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલે છે તે દેશમાં તેઓ આવું કરી રહ્યા છે.આપણે આપણા પડોશીઓ પ્રત્યે સારા છીએ પણ આપણે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરીએ? હું ઘણી વખત માલદીવ ગયો છું અને હંમેશા તેની પ્રશંસા કરું છું, પરંતુ ગૌરવ પહેલા આવે છે. ચાલો આપણે ભારતના ટાપુઓને એક્સપ્લોર કરીએ અને આપણા ટુરિઝમને ટેકો આપીએ.

જ્યારે જ્હોન અબ્રાહમે લખ્યું- 'અતિથિ દેવો ભવ'ની વિચારસરણી અને મહાન દરિયાઈ જીવનની શોધ સાથે અદ્ભુત ભારતીય આતિથ્ય. લક્ષદ્વીપ ફરવા લાયક સ્થળ છે.

તે જાણીતું છે કે બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ વેકેશન માટે માલદીવ જાય છે. જેમાં કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, ટાઈગર શ્રોફ, વરુણ ધવન, સારા અલી ખાન, અનન્યા પાંડે સહિત ઘણા જાણીતા સ્ટાર્સ સામેલ છે. અક્ષય કુમાર તાજેતરમાં વેકેશન માટે માલદીવ ગયો હતો. હવે તેણે માલદીવના નેતાનું ટ્વીટ શેર કર્યું અને લખ્યું કે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરવી જોઈએ? 

વધુ વાંચો: પતિ KL રાહુલ સાથે કેપટાઉનમાં એન્જોય કરતી નજરે પડી આથિયા શેટ્ટી, સામે આવી Inside તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.PMએ લોકોને વિદેશી પર્યટનને બદલે ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરી છે. માલદીવના મંત્રી અબ્દુલ્લા મહઝૂમ મજીદ આનાથી ખુશ નથી અને તેમણે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે ભારત અમને નિશાન બનાવી રહ્યું છે. આ સિવાય માલદીવના ઘણા નેતાઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો પર નફરત અને જાતિવાદી ટિપ્પણીઓ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ