બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Athiya Shetty was seen enjoying in Cape Town with husband KL Rahul, inside pictures surfaced

મનોરંજન / પતિ KL રાહુલ સાથે કેપટાઉનમાં એન્જોય કરતી નજરે પડી આથિયા શેટ્ટી, સામે આવી Inside તસવીરો

Megha

Last Updated: 10:17 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આથિયા શેટ્ટી આ દિવસોમાં તેના પતિ ક્રિકેટર કેએલ રાહુલ સાથે કેપટાઉનમાં રોમેન્ટિક વેકેશન પર ગઈ છે, અભિનેત્રીએ હાલ એમની કેપટાઉન ડાયરીમાંથી તસવીરો શેર કરી છે.

  • કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી બી-ટાઉનના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે.
  • કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો શેર કરે છે. 
  • આથિયા શેટ્ટીએ એમની કેપટાઉન ડાયરીમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. 

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી બી-ટાઉનના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને તેમના ફેન્સ અને ફોલોઅર્સ તરફથી ઘણો પ્રેમ મળે છે. આ કપલ હાલમાં કેપટાઉનમાં છે. રાહુલ અને અથિયાએ તેમની કેપટાઉન ડાયરીની ઝલક પણ બતાવી છે.  

એ વાત તો જાણીતી છે કે અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી તો વિરાટ કોહલીએ પણ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી છે. જો કે આ ટીમમાં કેએલ રાહુલનું નામ જોવા મળ્યું નહતું. કારણ કે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ હાલમાં કેપટાઉનમાં પત્ની આથિયા શેટ્ટી સાથે ફરી રહ્યો છે. 

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કેપટાઉનમાં પત્ની આથિયા શેટ્ટી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ (SA vs IND) કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ સાથે સમાપ્ત થઈ ગયો છે, ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ 1-1ની ડ્રો સાથે સમાપ્ત કરી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

જાણીતું છે કે આથિયા અને કેએલ રાહુલે ગયા વર્ષે 23 જાન્યુઆરીએ તેના પિતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આ કપલ લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતું. તેમના લગ્ન પછી, તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે અને ઘણીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

વધુ વાંચો: PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો જોઈ બૉલીવુડના અનેક સ્ટારે ગોઠવ્યો ફરવાનો પ્લાન, સલમાન ખાને કરી ખૂબસૂરત પોસ્ટ

આથિયા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે વર્ષ 2015માં 'હીરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2017માં ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. આથિયા છેલ્લે 2019માં 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. આ બાદ અથિયા છેલ્લા ચાર વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ