બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Why not work beyond the civil papers dying from cattle? Why the gap between government policy-reality?

મહામંથન / ઢોરથી મરતા નાગરિક કાગળથી આગળ કામ કેમ નહી? સરકારની નીતિ-વાસ્તવિકતા વચ્ચે અંતર કેમ?

Vishal Khamar

Last Updated: 10:09 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં રખડતા ઢોરને લઈ અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરનાં કારણે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો પડ્યો છે. રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા કાયદો બનાવ્યો. પણ તેનો અમલ ક્યારે થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

કોઈપણ સરકારી કામ હોય તેનું સૌથી મોટુ ઉધારપાસુ એ છે કે સરકારી કામ મોટેભાગે ક્યારેય પણ કાગળથી આગળ વધતું નથી, અને નસીબજોગે કાગળથી તેનું કામ જો આગળ વધે ત્યાં સુધીમાં જે તે કામ કે કાયદાની અમલવારી અંગે બહુ મોડુ થઈ ગયું હોય છે. રખડતા ઢોરની સામે પાલિકાએ નિયંત્રણ પોલિસી અમલમાં મુકી છે જે કાગળ ઉપર બહુ સારી લાગે છે પરંતુ ધરાતલ પર સ્થિતિ મોટેભાગે જુદી છે. નિયમો આકરા બનાવ્યા છે પણ અમલવારી એટલી જ નબળી છે. રખડતા પશુની અડફેટે નાગરિકોનો ભોગ હજુ પણ લેવાય છે. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ યથાસ્થિતિ જ છે. નાગરિકોની ધીરજ ખૂટી ગઈ છે કે નહીં તેની તો ખબર નથી પરંતુ નાગરિકોને મરતા જોઈને ગુજરાત હાઈકોર્ટની ધીરજ ચોક્કસ ખૂટી ગઈ.

  • રાજ્યમાં રખડતા પશુના ત્રાસની ઘટનાઓ યથાવત
  • ભાવનગરમાં એક દિવસમાં રખડતા પશુથી બે વ્યક્તિના મૃત્યુ
  • જામનગરમાં પણ રખડતા પશુથી વૃદ્ધાનું મૃત્યુ

હાઈકોર્ટે ખુદ અમદાવાદ જેવા શહેરના વિસ્તારના નામ સાથે સરકાર અને પાલિકાને જણાવ્યું કે કયા વિસ્તારમાં રખડતા ઢોર બેકાબૂ છે. હાઈકોર્ટે આકરા શબ્દોમાં એવુ પણ કહ્યું કે અમે નાગરિકોને તમારી દયાના ભરોસે નહીં છોડી શકીએ અને જો તમારી પાસે અમલવારીની ક્ષમતા ન હોય તો અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીએ. સરકારે હંમેશની જેમ પોતે લીધેલા પગલાનો કાગળ ઉપર ચિતાર આપી દીધો પણ આપણે સૌ જાણીએ છીએ કે આગળ હજુ પણ આ મુદ્દે પરિસ્થિતિ કેવી રહેશે.. સવાલ એ છે કે રખડતા ઢોરની અડફેટે નાગરિકોની જિંદગીનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે સરકારને એવું કેમ નથી થતું કે આપણે આપણી કાર્યવાહીને કાગળથી આગળ લઈ જવી જોઈએ.

  • રખડતા પશુના ત્રાસ સામે સરકારની કામગીરીની ટીકા કરી હતી
  • નીતિઓ બને છે છતા અમલવારીમાં કચાશ રહી જાય છે
  • નાગરિકોના મૃત્યુ થાય છે અને કાર્યવાહી કાગળથી આગળ નથી વધતી

રાજ્યમાં રખડતા પશુના ત્રાસની ઘટનાઓ યથાવત છે.  ભાવનગરમાં એક દિવસમાં રખડતા પશુથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. તો જામનગરમાં પણ રખડતા પશુથી વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.  તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર અને AMCની ઝાટકણી કાઢી હતી.  રખડતા પશુના ત્રાસ સામે સરકારની કામગીરીની ટીકા કરી હતી.  નીતિઓ બને છે છતા અમલવારીમાં કચાશ રહી જાય છે. નાગરિકોના મૃત્યુ થાય છે અને કાર્યવાહી કાગળથી આગળ વધતી નથી. 

  • સરકારની નીતિ અને વાસ્તવિકતા વચ્ચે ફેર છે
  • કેટલીક બાબતો હજુ લાગુ નથી થઈ જે થવી જોઈએ
  • અમદાવાદના અનેક વિસ્તારમાં રખડતા પશુની સ્થિતિ નિયંત્રણ બહાર

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
સરકારની નીતિ અને વાસ્તવિકતા વચ્ચે ફેર છે. કેટલીક બાબતો હજુ લાગુ થવી જોઈએ જે નથી થઈ.  અમદાવાદના અનેક વિસ્તારમાં રખડતા પશુની સ્થિતિ નિયંત્રણ બહાર છે.  મણિનગર, નેહરુનગર, ઈસનપુર, અટીરામાં રખડતા પશુની સ્થિતિ કાબૂ બહાર છે.  હાઈકોર્ટે નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો.  નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા પશુનો મુદ્દો ચર્ચાયો છે.  હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું અમે તમારી દયા ઉપર નાગરિકોને ન છોડી શકીએ.  તંત્રની નીતિ કાગળ ઉપર જ રહે છે. હાઈકોર્ટે પૂછ્યું કાગળથી આગળ અમલવારી થશે કે કેમ તે સ્પષ્ટ કરો. હાઈકોર્ટે કહ્યું અરજદાર પાસે સૂચન હોય તો આપે બાકી અમે ઓર્ડર પાસ કરીશું.

રખડતા પશુથી મરતા નાગરિકો

ભાવનગર

  • એક દિવસમાં રખડતા પશુથી 2ના મૃત્યુ

જસદણ

  • ડોડિયાળા ગામમાં આખલાએ વૃદ્ધાને અડફેટે લેતા મૃત્યુ

જામનગર

  • ખીજડીયા બાયપાસ પાસે રખડતા પશુની અડફેટે બાઈકસવારનું મૃત્યુ

ભાવનગર

  • મહુવા-તલગાજરડા રોડ ઉપર રખડતા પશુની અડફેટે એકનું મૃત્યુ

AMCની ઢોર નિયંત્રણ પોલિસી શું છે?
પશુ માલિક વ્યક્તિગત ઉપયોગ માટે પશુ રાખે તો પરમીટ લેવી પડશે. તેમજ  પશુના દૂધના વેચાણ કે પશુનો વ્યવસાયિક ઉપયોગ કરનારે લાયસન્સ લેવું પડશે. પરમીટ-લાયસન્સ 3 વર્ષ સુધી માન્ય રહેશે. 3 વર્ષ માટે લાયસન્સ ફી 500 રૂપિયા, પરમીટ ફી 250 રૂપિયા છે.  મુદત પૂર્ણ થયાના એક મહિના પહેલા લાયસન્સ-પરમીટ રિન્યુ કરવા પડશે.  પશુપાલકે રજીસ્ટ્રેશન ફી પેટે પશુ દીઠ 200 રૂપિયા ચુકવવાના થશે. પાંજરાપોળ, ગૌશાળા હોય તો લાયસન્સ લેવું પડશે, પણ ફી નહીં ભરવી પડે. બહારથી પશુ આવે તો એક મહિનામાં નોંધણી કરાવવી પડશે. શહેરમાં દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાવવાનું રહેશે. 4 મહિના સુધી ચીપ કે ટેગ નહીં લાગે તો ઢોરને ડબ્બામાં પુરાશે. જગ્યા ન હોય તેવા પશુ માલિકે 2 મહિનામાં પશુ અન્યત્ર ખસેડવા. શહેરની કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ ઘાસના વેચાણ માટે લાયસન્સ-પરમીટ લેવી પડશે. રખડતા પશુથી જાન-માલનું નુકસાન થાય તો જવાબદારી પશુ માલિકની. જાન-માલથી નુકસાનના કિસ્સામાં ફોજદારી કાર્યવાહી થઈ શકશે. ત્રણ કે તેથી વધુ વખત પશુ પકડાશે તો કાયમી ધોરણે પશુ જપ્ત કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ